News of Saturday, 26th September 2026
ચોટીલા-આણંદપુર રોડ પર પાંસવડા પાસે ત્રિપલ અકસ્માત : ટ્રાફિક જામ
એક પીકઅપ વાન અને બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ત્રણેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું : કોઇ જાનહાનિ થઈ નથી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની વણઝાર યથાવત છે. પાનવા ગામ પાસેના ગમખ્વાર અકસ્માતની તપાસ હજુ ચાલી રહી છે, ત્યાં જ આજે ચોટીલા-આણંદપુર રોડ પર બીજો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.
ચોટીલા-આણંદપુર રોડ પર પાંસવડા ગામના પાટીયા નજીક એક પીકઅપ વાન અને બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.
સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી, તમામનો આબાદ બચાવ થયો છે. અકસ્માત થતા જ આસપાસના ગ્રામજનો અને અન્ય વાહન ચાલકો મદદ માટે દોડી આવ્યા હતા.
આ અકસ્માતને કારણે ચોટીલા-આણંદપુર રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વાહનોને રોડ પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
