તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
મહુવા નેશનલ હાઇવે પર બે ટ્રક અને આઇશર વચ્ચે ત્રિપલ અકસ્માત: એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
ઉમણીયાવદર અને ગણપતિ મંદિર વચ્ચેના માર્ગ પર બે મોટા ટ્રક અને એક આઇશર વાહન વચ્ચે ધડાકાભેર ટક્કર:વાહનોના ફૂરચા ઉડી ગયા :હાઇવે પર લગભગ 1 કિમી સુધી લાંબી વાહનોની કતારો લાગી

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાંથી પસાર થતા નેશનલ હાઇવે 51 પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, ત્યારે વધુ એક ગમખ્વાર ત્રિપલ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મહુવા નજીક આવેલા ઉમણીયાવદર અને ગણપતિ મંદિર વચ્ચેના માર્ગ પર પૂરઝડપે જઈ રહેલા બે મોટા ટ્રક અને એક આઇશર વાહન વચ્ચે ધડાકાભેર જોરદાર ટક્કર થઈ હતી. આ ત્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહનોના ફૂરચા ઉડી ગયા હતા.
આ ગંભીર અકસ્માતની ઝપેટમાં આવવાથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત બનેલા આ શખ્સને ત્વરિત પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.
ત્રણ મોટા વાહનો વચ્ચે થયેલા આ અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર લગભગ 1 કિમી સુધી લાંબી વાહનોની કતારો લાગી હતી અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિકજામ થવાને કારણે મુસાફરો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની માહિતી મળતા જ મહુવા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ રોડ પર ફસાયેલા વાહનોને હટાવીને ટ્રાફિકૂર્વવત કરાવવાની કામગીરી હાથ ધરી છે અને આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
