તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ઉપલેટામાં મહિલાઓ અને વંચિતોના આગેવાન નીરૂબેન પટેલને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
દૂધ મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરા એ નીરૂબેન પટેલનું જાહેર જીવનમાં યોગદાન અને જીવન ગાથા અંગેની પુસ્તિકા સૌરાષ્ટ્રની સિંહણ નીરૂબેન પટેલ પુસ્તિકા વિતરણ કરી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૭: ઉપલેટા ધોરાજી વિસ્તારમાં ખેડૂત પ્રવળત્તિઓમાં અને બેટરમેન્ટ લેવી ખેડૂત આંદોલન ના નેતળત્વ કારી નીડર અને ક્રાંતિકારી મહિલા આગેવાન એવા બિરાદર નીરૂબેન પટેલના આજે પુણ્યતિથિ સ્મળતિ દિવસ નિમિત્તે ઉપલેટામાં દૂધ સહકારી મંડળીના પશુપાલકો દ્વારા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન આપવા કાર્યક્રમ યોજાયો નીરૂબેન નું ગુજરાતના જાહેર જીવનમાં બહુ મોટું યોગદાન રહેલું છે રાષ્ટ્રીય મુક્તિ આંદોલનમાં સક્રિય ભૂમિકા દીવ દમણ ગોવા મુક્તિ સંઘર્ષના મહિલા આગેવાન મહાગુજરાત આંદોલનના મહાનાયક હિંદુચાચા ના સાથે આંદોલનમાં મહત્વની ભૂમિકા હતી ભાવનગરના પ્રથમ મહિલા મેયર તરીકે ચૂંટાયા હતા. આજીવન મહિલાઓ વંચિતો ઝુંપડપટ્ટીના ગરીબો મજદૂરોના ભેખ ધારી આગેવાન રહ્યા હતા જીવનભર શ્રમિકોના સંઘર્ષમાં જીવન સમર્પિત કર્યું હતું બિરાદર નીરૂબેન પટેલને સૌરાષ્ટ્રના સિંહણ નું બિરુદ મળ્યું હતું તેવા નીરૂબેન પટેલની કાયમી યાદગીરીરૂપે ઉપલેટા દૂધ ઉત્પાદક મંડળીનું નામ નીરૂબેન પટેલ દૂધઘર રાખી તેમની સ્મૃતિને જાળવી રાખી છે.(તસવીર ભોલુ રાઠોડ : ઉપલેટા)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
