News of Sunday, 11th October 2026
જામનગરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બે યુવાનોના કરુણ મોત: અંધાશ્રમ ફાટક પાસે સર્જાયેલી દુર્ઘટનાથી ભારે સોંપો
રેલવે ફાટક ઓળંગતી વેળાએ બનેલી આ ગંભીર ઘટના બાદ રેલવે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી

જામનગર : જામનગર શહેરના અંધાશ્રમ ફાટક નજીક વંદે ભારત ટ્રેનની અડફેટે આવી જતાં બે યુવાનોનાં કરુણ મોત નીપજ્યાં હોવાની અત્યંત દ્રાવક ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બંને વ્યક્તિઓ રેલવે ફાટક ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે દરમિયાન આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરના અંધાશ્રમ ફાટક પાસે બનેલી આ દુર્ઘટનાએ રેલવે ક્રોસિંગ પર અવરજવર કરતી વખતે રાખવામાં આવતી સુરક્ષા અને સાવચેતીનો મુદ્દો ફરી એકવાર ગંભીરતાથી ચર્ચામાં લાવી દીધો છે. અકસ્મતના સમયે ફાટક ખુલ્લો હતો કે બંધ, ટ્રેનની દિશા કઈ હતી અને બંને યુવાનો કયા સંજોગોમાં પાટા ઓળંગી રહ્યા હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ તમામ બાબતો મૃતકોની ઓળખ અને તેમની ઉંમરની સાથે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર રીતે બહાર આવી શકશે.
આ ઘટના અંગે રેલવે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અંધાશ્રમ ફાટક જેવા વ્યસ્ત વિસ્તારોમાં રેલવે પાટા ઓળંગતી વખતે થતી બેદરકારી અથવા સુરક્ષાના અભાવે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે. આ બનાવ બાદ સ્થાનિક સ્તરે રેલવે ક્રોસિંગ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાની આવશ્યકતા પર ભાર મુકાઈ રહ્યો છે.
હાલમાં પોલીસ આ મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્સીઓની પૂછપરછ કરીને અકસ્માતના ચોક્કસ કારણો જાણવાના પ્રયાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને મૃતકોની ઓળખ પ્રસ્થાપિત થયા પછી પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો નિવારવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ શકાય.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
