તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 27th July 2026
ધ્રોલ પાસે ટાયરના કારખાનામાં કરંટ લાગતા પ્રૌઢનું કરૂણ મોતઃ બોઇલરમાં લાકડા નાખતી વખતે સર્જાયો અકસ્માત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૭: પ્રવાગુદળ રોડ પર આવેલા દેવ ટાયરના કારખાનામાં મજૂરી કામ કરતા એક પ્રૌઢનું વીજશોક લાગવાથી મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે.
પોલીસ વિગતો મુજબ, મૂળ લાલપુરના ધરાનગરના વતની અને હાલ ધ્રોલ દેવ ટાયરના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ચંદુભાઈ રામજીભાઈ સીગરખીયા (ઉં.વ. ૫૫, જાતે અનુ. જાતિ) કારખાનામાં કામ કરી રહ્યા હતા. બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે બોઇલરમાં લાકડા નાખતી વખતે અકસ્માતે તેમનો હાથ ઇલેક્ટ્રીક ફુકણી સાથે અડી જતાં તેઓને જોરદાર ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો.
ઘટના બનતા જ તેમને ત્વરિત સારવાર અર્થે ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને જોઈ-તપાસીને મળત જાહેર કર્યા હતા. બનાવ અંગે મળતકના પુત્ર કિશનભાઈ ચંદુભાઈ સીગરખીયા (ઉં.વ. ૨૩) એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની ધ્રોલ પોલીસ હેડ. કોસ્ટેબલ સી.જે જાડેજાએ વધુ તપાસ હાથ ધરી
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
