<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

પોરબંદરના લોકમેળામાં મેર સમાજનો પરંપરાગત મણિયારો છવાયો : અર્જુનભાઇ મોઢવાડિયા રાસ રમ્‍યા

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૮: શ્રી કળષ્‍ણ સખા સુદામા લોકમેળા-૨૦૨૬ના ચોથા દિવસે મહેર શક્‍તિ સેના દ્વારા મહેર સમાજની સમળદ્ધ પરંપરા અને લોકસંસ્‍કળતિને ઉજાગર કરતું ભવ્‍ય સાંસ્‍કળતિક પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્‍થિત રહી મહેર સમાજની સાંસ્‍કળતિક પરંપરાને ઉજાગર કરતા કાર્યક્રમમાં સહભાગી બન્‍યા હતા અને મણિયારો રાસ રમ્‍યાં હતાં

મહેર સમાજના ભાઈઓ પરંપરાગત વેશભૂષા ધારણ કરી રેલી સ્‍વરૂપે લોકમેળાના સ્‍થળે પહોંચ્‍યા હતા. ત્‍યારબાદ મેળા ગ્રાઉન્‍ડ ખાતે પોરબંદર પંથકની આગવી ઓળખ સમાન પરંપરાગત ‘મણિયારો રાસ' રજૂ કરવામાં આવ્‍યો હતો. પરંપરાગત પહેરવેશમાં મહેર સમાજના યુવાનો અને સમાજજનોએ રજૂ કરેલા મણિયારા રાસે લોકમેળાના વાતાવરણને લોકસંસ્‍કળતિના રંગે રંગી દીધું હતું.

આ મણિયારા રાસની મનમોહક રજૂઆતથી ઉપસ્‍થિત લોકો મંત્રમુગ્‍ધ બન્‍યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ મહેર શક્‍તિ સેના તથા મહેર સમાજના સભ્‍યો સાથે મણિયારા રાસમાં જોડાઈને પરંપરાગત લોકનળત્‍યની રમઝટમાં સહભાગી બન્‍યા હતા. મંત્રીશ્રીની આ સહભાગિતાએ કાર્યક્રમને વધુ જીવંત અને ઉત્‍સાહસભર બનાવ્‍યો હતો.

(11:44 AM IST)