<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

મોરબીના વૈદેહી પાર્ટી પ્‍લોટમાં પરંપરા ગ્રુપ દ્વારા ગોકુલ રાસ ઉત્‍સવમાં પરંપરાગત રાસની બોલશે રમઝટ

મોરબીમાં પ્રથમ નોરતાથી નવું આકર્ષણ, ગોકુળ રાસ ઉત્‍સવમાં પરંપરાગત રાસની રમઝટ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૨: મોરબીમાં નવરાત્રી ૨૦૨૬ દરમિયાન ગોકુળ રાસ ઉત્‍સવમાં, વૈદેહી પાર્ટી પ્‍લોટ ખાતે પરંપરા ગ્રુપ સાથે પરંપરાગત રાસનું ખાસ આયોજન કરવામાં આવ્‍યું છે. પીપૂડી અને ત્રાંસાના તાલે રમાતા રાસ દ્વારા ખેલૈયાઓને પરંપરાગત સંસ્‍કળતિનો અનોખો અનુભવ મળશે. આધુનિક ગરબાની સાથે પરંપરાગત રાસની ઝલક આ ઉત્‍સવનું ખાસ આકર્ષણ બનશે.

૨૦ વીઘાનું વિશાળ ગ્રાઉન્‍ડ cctv કેમેરાથી સજ્જ, વિશાળ પાર્કિંગ ફૂડઝોન સાથે પ્રસિદ્ધ ગાયકો ખેલૈયાઓને મન મુકી ‘‘માં''ના ગુણગાન ગાવા સાથે રાસે રમાડશે

(12:31 PM IST)