<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

પ્રસિદ્ધ તરણેતરના મેળાના ઉદ્ઘાટન પહેલાં વરસાદથી ગ્રાઉન્ડમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા.

મેળાના ગ્રાઉન્ડમાં પાણી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાતા અહીં દુકાનો અને સ્ટોલ લગાવવા આવેલા સ્થાનિક તેમજ બહારગામના વેપારીઓને હાલાકી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આવેલા પવિત્ર ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં 14 સપ્ટેમ્બરથી વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળાનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. તરણેતરના મેળાને સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવે તે પૂર્વે જ સમગ્ર મેળાગણ વિસ્તારમાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો અને જોરદાર વરસાદ વરસ્યો હતો.

તરણેતરના મેળાના ઉદ્ઘાટનના એક દિવસ પહેલાં જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે મેળાના મુખ્ય ગ્રાઉન્ડમાં ચારેય તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તરણેતરના મેળાના ગ્રાઉન્ડમાં પાણી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાતા અહીં દુકાનો અને સ્ટોલ લગાવવા આવેલા સ્થાનિક તેમજ બહારગામના વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

 

તરણેતરના મેળાને લઈને સુરેન્દ્રનગર તંત્ર દ્વારા કરવામાં આવેલી આખરી તૈયારીઓ વચ્ચે વરસાદી પાણી ભરાઈ જતાં સંચાલકો અને વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. જોકે, તરણેતરનો મેળો શરૂ થાય તે પહેલાં ગ્રાઉન્ડમાંથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે.

 

 

(11:52 PM IST)