<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

પડધરીના થોરીયાળી ગામમાં નદી પાસે રમી રહેલા દોઢ વર્ષના સોહિલનું ટ્રેકટર માથે ફરી જતાં મોત

સારવાર દરમિયાન બાળકે રાજકોટમાં દમ તોડયોઃ ખેત મજૂરી કરતા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૫: પડધરીના થોરીયાળી ગામે દોઢ વર્ષના બાળક પર ટ્રેકટરનું વ્‍હીલ ફરી વળતાં ગંભીર ઇજાઓ થતાં મોત થયું છે. ખેત મજૂરી કરતાં પરિવારનો બાળક નદી પાસે રમતો હતો ત્‍યારે ટ્રેકટરની ઠોકરે ચડી જતાં પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ પડધરીના થોરીયાળી ગામે રહેતાં સાગરભાઇ જખાણીયા-દેવીપૂજકનો દિકરો સોહિલ (ઉ.વ.૧ાા) સાંજે સાતેક વાગ્‍યે ગામની નદી પાસે રમતો હતો ત્‍યારે ટ્રેકટરની ઠોકરે આવી જતાં તેના પેટ પર વ્‍હીલ ફરી વળતાં ગંભીર ઇજાઓ થઇ હતી. તેને પડધરી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે મૃત્‍યુ થતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પડધરી પોલીસ સ્‍ટેશનના એએસઆઇ હેતલબેને સવસેટા અને રાઇટર મિલનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર સોહિલ ત્રણ ભાઇમાં નાનો હતો. તેના પિતા સાગરભાઇ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. નવા ઘરનું બાંધકામ કરવાનું હોવાથી પિતા સાગરભાઇ ટ્રેકટરવાળાને લઇ નદીએ રેતી ભરવા ગયા હતાં. તે વખતે સાથે દિકરો સોહિલ પણ ગયો હતો. તે ટ્રેકટર પાછળ રમતો હતો ત્‍યારે ચાલકે રિવર્સમાં લેતાં આ અકસ્‍માત સર્જાયો હતો. બનાવથી મજૂર પરિવારમાં  કલ્‍પાંત સર્જાયો હતો

(11:42 AM IST)