<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

કચ્છના માંડવી પંથકમાં ધોધમાર વરસાદથી જળબંબોળ: ખેતરો અને નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

બાબાવાડી, પોસ્ટ ઓફિસ રોડ અને નાગનાથ મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી:ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં નદી વહી

કચ્છના માંડવી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ખેતરો અને નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે, જ્યારે નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે. માંડવી તાલુકાનો સિઝનનો કુલ વરસાદ સાડા 12 ઈંચે પહોંચ્યો છે. શહેરના બાબાવાડી, પોસ્ટ ઓફિસ રોડ અને નાગનાથ મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર ટીમને એલર્ટ કરવામાં આવી છે.

(6:50 PM IST)