<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ: કાજ ગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા

વાડી વિસ્તારમાંથી વરસાદી પાણી ગામમાં પ્રવેશતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આશરે 2 ઈંચ વરસાદ બાદ કાજ ગામના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. વાડી વિસ્તારમાંથી વરસાદી પાણી ગામમાં પ્રવેશતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સ્થાનિક લોકો પણ પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન બન્યા હતા.

(6:42 PM IST)