News of Friday, 30th October 2026
સોમનાથમાં રવિવારે દંતયજ્ઞ-બત્રીસી કેમ્પ

રાજકોટઃ તા.૩૦, સોમનાથ ખાતે દર મહિનાની ૧ લી તારીખે યોજાતા દંતયજ્ઞ કેમ્પ અંતર્ગત આગામી કેમ્પ તા.૧/૧૧/ર૦ર૬ ના સવારે ૯ થી ૧ ટુરિસ્ટ ફેસેલીટી સેન્ટર લીલાવતી ગેસ્ટ હાઉસ પાર્કીગ, સામે, મુ. સોમનાથ (પાટણ) ખાતે યોજેલ છે. જેમાં દાંતના દર્દીઓને ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ડો. જયસુખ મકવાણા અને તેમની ટીમના ડો. દિપાલી સોની, ડો. સોનલ આસોદરિયા, ડો. સંજય અગ્રાવત, મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ,રાજુભાઇ વરિયા દ્વારા તપાસી પ૦ વૃદ્ધ વ્યકિતઓને વિના મૂલ્યે બત્રીસીનું માપ લેવાની વ્યવસ્થા કરેલ છે. દાંતના અન્ય રોગોની તપાસ કરી સારવાર દવા વિતરણ પણ કરવામાં આવશે. જેમને બત્રીસી બનાવવી હોય તેમને આધારકાર્ડની ઝેરોક્ષ સાથે લાવવી, કેસ સવારે ૯ વાગે લખવામાં આવશે. આસપાસના ગામોના લોકોએ લાભ લેવા અને વધુ વિગત માટે મોનિકા ભટ્ટ -૯૪૦૯૭ ૭૩૬૭૪, જાગૃતિબેન ચૌહાણ-૭૦૯૬૨ ૪૨૭૩૬ નો સંપર્ક કરવા જણાવાયું છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
