<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

કાલે અષાઢી બીજઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જગન્નાથજી ભગવાનની ભવ્‍ય રથયાત્રા : કચ્‍છી નવું વર્ષ ઉજવાશે

ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશેઃ કચ્‍છી સમાજમાં નવા વર્ષને લઈને અનેરો ઉત્‍સાહઃ સર્વત્ર અનેરો થનગનાટ સાથે ભકિતભાવનો માહોલ છવાશે

રાજકોટ, તા.૧૫: કાલે તા.૧૬ ના રોજ અષાઢી બીજનો પાવન પર્વ છે. આ દિવસે સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં ભગવાન જગન્નાથજીની ભવ્‍ય રથયાત્રા નીકળશે.

અમદાવાદની પ્રખ્‍યાત રથયાત્રાની જેમ જ સૌરાષ્‍ટ્રના જૂનાગઢ, પોરબંદર, રાજકોટ સહિત અનેક શહેરોમાં અને કચ્‍છના ભુજ, માંડવી, ગાંધીધામમાં પણ જગન્નાથ મંદિરોમાંથી ભગવાન બલભદ્ર અને સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યાએ નીકળશે. ભક્‍તો રથના દોરડા ખેંચીને ‘જય જગન્નાથ' ના નારા સાથે ભક્‍તિભાવથી સરાબોર થશે.

અષાઢી બીજના દિવસે જ કચ્‍છી સમાજ પોતાનું નવું વર્ષ ઉજવે છે. જેને ‘કચ્‍છી નવુ વરસ' કહેવામાં આવે છે. આ દિવસે કચ્‍છી લોકો નવા વષાો પહેરીને મંદિરે દર્શન કરવા જાય છે અને વડીલોના આશીર્વાદ લે છે.

કચ્‍છી સમાજના લોકોમાં આ તહેવારને લઈને ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. વિદેશમાં વસતા કચ્‍છીઓ પણ આ દિવસે વીડિયો કોલથી શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

ભગવાન જગન્નાથની કળપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમળદ્ધિ આવે તેવી ઙ્કાર્થના સાથે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ આજે ભક્‍તિમય માહોલમાં ગરકાવ થશે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલના ભોજરાજપરા વિસ્‍તારમાં આવેલા સુપ્રસિદ્ધ જય ખીજડા મામાદેવ મંદિર ટ્રસ્‍ટ (જય ખીજડા વાળા મામા પ્રેરણાધામ) ખાતે અષાઢ સુદ બીજને ગુરૂવાર આવતીકાલ નાં ૪૯મા ભવ્‍ય અષાઢી બીજ મહોત્‍સવનું ભક્‍તિસભર આયોજન કરવામાં આવ્‍યું છે. આ મહોત્‍સવ અંતર્ગત દિવસભર પરંપરાગત ધાર્મિક વિધિઓ અને સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે.

મંદિરના મહંત ચંદુબાપુ દેશાણી તથા લઘુ મહંત મયુરબાપુ  દેશાણીના જણાવ્‍યા અનુસાર, મહોત્‍સવના દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક પ્રસંગોની શરૂઆત થઈ જશે. જેમાં ભક્‍તો માટે દર્શનની સાથે મહાપ્રસાદની પણ વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

દિવસભર યોજાનારા ધાર્મિક કાર્યક્રમોની વિગત માં ગણપતિ દાદાનું પૂજનઃ સવારે ૦૭:૦૦ કલાકે, ખીજડા પૂજનઃ સવારે ૦૮:૦૦ કલાકે, ખીજડામામાને સાફો ચડાવવાનું પવિત્ર મુહૂર્તઃ સવારે ૦૮:૧૫ કલાકે, ધ્‍વજા આરોહણ (બાવનગજ): સવારે ૦૮:૩૦ કલાકે, નવ ચંડી યજ્ઞ - બીડું હોમવાનો સમયઃ બપોરે ૦૩:૦૦ કલાકે, ભજન સંધ્‍યાઃ સાંજે ૦૪:૩૦ થી રાત્રીના ૧૦:૩૦ સુધી, પ્રસાદીઃ સવારે ૧૦:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી, મામાદેવની ભવ્‍ય મહાઆરતીઃ સાંજે ૦૭:૦૦ કલાકે ખીજડામામા સહ પરિવાર દ્વારા ગોંડલ પંથકના અને બહારગામથી આવતા તમામ ભાવિક ભક્‍તજનોને આ મહોત્‍સવમાં સહભાગી થવા અને દર્શન-પ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. જે ભક્‍તો રૂબરૂ આવી શકે તેમ ન હોય, તેમના માટે મંદિરના સત્તાવાર ફેસબુક પેજ (Mamadev Gondal) અને યુટયુબ ચેનલ (Jay Mamadev Gondal) પર આ મહોત્‍સવનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.

આટકોટ

આટકોટ સૂર્યમુખી હનુમાનજી મંદિર દ્વારા અષાઢી બીજ ને ગુરુવારે રાત્રિના સાત કલાકથી શુક્રવારના સવારે સાત કલાક સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં સૂર્યમુખી ધુન મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્‍યું છે દરેક ભક્‍તજનોને પધારવા સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા આયોજન રાખેલ છે દરેક ધર્મ પ્રેમીઓએ હનુમાનજી મહારાજના દર્શન અને રામધૂન લાભ લેવા આમંત્રણ પાઠવેલ છે.

(10:46 AM IST)