<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

કાલે દેવઉઠી અગિયારસ દ્વારકાધીશ જગતમંદિરમાં

ઉજવાશે તુલસી-વિવાહ મહોત્‍સવ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૨૦: આગામી તા.ર૧-૧૧-૨૦૨૬ને શનિવાર કારતક સુદ એકાદશીના શુભદિને દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દર વર્ષે આ દિવસે દેવઉઠી એકાદશી અથવા તો દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે અને અષાઢ સુદ અગિયારસથી સતત ચાર માસ સુધી યોગનિદ્રામાં શયન કરી રહેલાં ભગવાનને ઉત્‍થાન થાય છે. આથી જ આ દિવસને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. દેવશયનીથી બંધ થયેલ શુભ-માંગલિક કાર્યો દેવઉઠી એકાદશીથી પુનઃ શરૂ થઈ જાય છે

(11:41 AM IST)