News of Wednesday, 15th July 2026
કાલે અષાઢી બીજે સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા શુકન સાચવશે ? મહુવામાં અડધો ઇંચ
સૌરાષ્ટ્ર-કચ્છમાં રથયાત્રા અને નવા વર્ષની ઉજવણી સાથે વરસાદની રાહઃ ખેડૂતોને આશા કે અષાઢી બીજના દિવસે થશે મેધાની શરૂઆતઃ જગન્નાથજી ભગવાનની કળપાથી ચોમાસુ જોર પકડશેઃ રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાયા

કાલે સાંજે માણાવદર કોટવાવ અને મહુવાના તરેડમાં વરસાદ પડયો હતો જે તસવીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ ચંદ્રેશ હિરાણી-મોટી પાનેલી)
રાજકોટ તા.૧૫: કાલે હિંદુ કેલેન્ડર મુજબ અષાઢી બીજનો પાવન દિવસ છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ દિવસને ખૂબ મહત્વ આપવામાં આવે છે.
ખેડૂતોમાં એવી માન્યતા છે કે અષાઢી બીજના દિવસે વરસાદ પડે તો ચોમાસુ સારું જાય છે અને પાક સારો થાય છે. છેલ્લા ૮-૧૦ દિવસથી વરસાદના વિરામ બાદ મહુવા સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતો મેઘરાજા તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. હવામાન વિભાગે પણ આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શકયતા વ્યક્ત કરી છે.
વડીલો કહે છે કે ‘‘અષાઢી બીજનો વરસાદ''એ વર્ષભરના સુખ-સમળદ્ધિનુંપ્રતીક છે. ભગવાન જગન્નાથની કળપાથી આ વર્ષે મેઘરાજા શુકન સાચવીને ચોમાસુ જોરદાર વરસે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે.
મહુવા
(રહીમ વસાયા દ્વારા) મહુવા છેલ્લા આઠ-દસ દિવસથી વરસાદના વિરામથી ત્રસ્ત બનેલા મહુવા પંથકમાં આખરે મેઘરાજા મહેરબાન થયા છે.
ગઈકાલે મંગળવારના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં મહુવા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લગભગ અડધો ઈંચથી વધુ વરસાદ નોંધાતા શહેરના રસ્તાઓ ભીના થઈ ગયા હતા.
છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરીજનોને આ વરસાદથી મોટી રાહત મળી છે. વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
અત્યારે પાક માટે વરસાદની ખાસ જરૂર હતી. આ સમયે પડેલા વરસાદથી જગતના તાત એવા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. વરસાદને કારણે ઉભા પાકને જીવતદાન મળ્યું છે અને વાવણી માટે પણ જમીનમાં ભેજ વધ્યો છે.
રાબેતા મુજબ વરસાદના કારણે મહુવા શહેરમાં થોડા સમય માટે વીજળી ગુલ થઈ ગઈ હતી. આ ઉપરાંત મહુવા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના અહેવાલ મળી રહ્યા છે.
આ વરસાદથી ચોમાસાની સીઝનમાં મહુવા પંથકના લોકોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદની શકયતા રહેલી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના લાલપુરમાં આજે સવારે ૬થી૮ દરમિયાન ૩ મી.મી. વરસાદ ઝાપટા રૂપે પડયો છે.
આજનું મહતમ તાપમાન ૩૬ ડિગ્રી, લઘુતમ ૨૮, હવામાં ભેજ ૭૪ ટકા અને પવનની ઝડપ ૧૫.૯ કિ.મી. પ્રતિ કલાક રહી છે.
દેવભૂમિ દ્વારકા
દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં આજે વહેલી સવારે ૪ થી ૬ દરમિયાન ૩ મી.મી. વરસાદ પડયો છે.
મોટી પાનેલી
(ચંદ્રેશ હીરાણી દ્વારા) મોટી પાનેલી તા.૧૫: ચોમાસાની સિઝનમાં આજે સૌરાષ્ટ્રના બે ગામોમાં વરસાદના સમાચાર મળ્યા છે. માણાવદર તાલુકાનું કોટવાવ ગામે કાલે સારો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ગામમાં ઠંડક પ્રસરી ગઈ હતી હતા અને ખેતરોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે.
મહુવા તાલુકાના તરેડ ગામમાં પણ વરસાદ પડ્યો છે. આ વરસાદથી ઉભા પાકને ખૂબ ફાયદો થશે તેવી ખેડૂતોને આશા છે. બંને વિસ્તારોમાં પડેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ જીવતદાન સમાન છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
