<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

આજે દેવદિવાળીઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉજવણી

મંદિરોમાં મહાઆરતી, અન્નકુટ, દિવડાઓ દિપદાન સહિતના કાર્યક્રમો

રાજકોટ, તા. ર૪: આજે કારતક સુદ ૧૫, મંગળવારના રોજ દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમાનું પાવન પર્વ સમગ્ર રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં ભક્‍તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યું છે. આજે પૂર્ણિમા તિથિ રાત્રે ૮:૨૩ વાગ્‍યા સુધી રહેશે. આજે કળત્તિકા નક્ષત્રનો સંયોગ હોવાથી તેને ર્ંમહાકાર્તિકી પૂર્ણિર્માં કહેવાય છે, જેને શાષાોમાં અત્‍યંત પુણ્‍યકારી માનવામાં આવે છે.

પૌરાણિક માન્‍યતા મુજબ આજના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના દૈત્‍યનો વધ કર્યો હતો. તેની ખુશીમાં દેવતાઓએ કાશીમાં દીપ પ્રગટાવીને ઉત્‍સવ મનાવ્‍યો હતો. એટલે જ આ દિવસને શ્નદેવ દીપાવલીઙ્ખ અને ‘ત્રિપુરારી પૂર્ણિમા' કહેવાય છે.

આજે જ ભગવાન વિષ્‍ણુના મત્‍સ્‍ય અવતારનો પ્રાગટય દિવસ પણ મનાય છે. શીખ ધર્મમાં ગુરુ નાનક દેવજીનો પ્રકાશ પર્વ પણ આજે જ ઉજવાય છે. આમ આજનો દિવસ તમામ ધર્મો માટે પવિત્ર ગણાય છે.

ઘરે-ઘરે ભગવાન વિષ્‍ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. શિવલિંગ પર જળ, દૂધ અને પંચામળતથી અભિષેક કરવામાં આવ્‍યો હતો. ઘણા પરિવારોએ સત્‍યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું. શાષાો મુજબ આજે કરેલું દાન સો ગણું ફળ આપે છે. સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા રેલ્‍વે સ્‍ટેશન, બસ સ્‍ટેન્‍ડ અને ગરીબ વિસ્‍તારોમાં પણ અન્નદાન કરવામાં આવ્‍યું હતું.સાંજે ઘાટ પર દીપદાનનો અવસર છે.ભાવિકો ૫, ૭ કે ૧૧ દીવા પ્રગટાવી વહેતા કરશે. હજારો દીવડાઓથી ઘાટ ઝગમગી ઉઠશે અને કાશીના ઘાટ જેવું દ્રશ્‍ય સર્જાશે.જેઓ ઘાટ પર ન જઈ શકે તેઓ ઘરે તુલસી કયારે, પીપળા નીચે, મુખ્‍ય દ્વાર પર અને મંદિરમાં દીવો પ્રગટાવશે. માન્‍યતા છે કે દીપદાનથી પિતળદોષ શાંત થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.

(1:24 PM IST)