<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઠુંમરનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ : મેંદરડા ભાજપના આગેવાન અને છેલ્લા બે ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા તેમજ જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા હરેશભાઈ ઠુંમરનો આજે જન્મદિવસ છે.હરેશભાઈ ઠુંમરે જાહેર જીવનમાં રહીને સતત લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને પ્રાધાન્ય આપ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંપર્ક રાખી તેમના પ્રશ્નો સાંભળવા અને શક્ય તેટલી ઝડપથી તેના ઉકેલ માટે પ્રયત્નશીલ રહેવાની તેમની કાર્યશૈલીને કારણે સ્થાનિક લોકોમાં તેમની સાથેનો આત્મીય સંબંધ જોવા મળે છે.જિલ્લા પંચાયતના સભ્ય તેમજ પ્રમુખ તરીકેની જવાબદારી દરમિયાન તેમણે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, લોકોની સુવિધાઓ અને વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને સતત કામગીરી કરી હોવાનું તેમના સમર્થકો જણાવે છે. ખાસ કરીને ગામડાઓમાં લોકો સાથે સતત સંપર્કમાં રહેવાના કારણે તેમનો જનસંપર્ક મજબૂત બન્યો છે.

                    કોરોના મહામારીના કપરા સમયગાળા દરમિયાન  હરેશભાઈ ઠુંમરે લોકોની વચ્ચે રહીને શક્ય તેટલી મદદ પહોંચાડવા માટે  કપરા સમયમાં લોકોની પડખે ઊભા રહેવાની તેમની કામગીરીને લોકો આજે પણ યાદ કરે છે

હરેશભાઈ ઠુંમરની વિશેષતા તેમના સરળ, મળતાવડા અને સહજ સ્વભાવમાં જોવા મળે છે. સામાન્ય માણસ પણ કોઈ સંકોચ વિના પોતાની રજૂઆત લઈને તેમની પાસે જઈ શકે છે. રાજકીય જવાબદારી હોવા છતાં લોકો સાથે સીધો સંપર્ક જાળવી રાખવાની તેમની કાર્યશૈલી આવકાર્ય છે.‘સેવા પરમો ધર્મ’ને જીવનમંત્ર માનતા હરેશભાઈ ઠુંમર લોકોના સારા-માઠા પ્રસંગોમાં પણ સહભાગી બનતા રહે છે. લગ્નપ્રસંગ હોય કે દુઃખદ પ્રસંગ, સામાજિક કે પારિવારિક કાર્યક્રમ હોય કે ગામનો જાહેર પ્રશ્ન—લોકો સાથે સતત જોડાયેલા રહેવાનો તેમનો પ્રયાસ જોવા મળે છે.

                 મેંદરડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હરેશભાઈ ઠુંમરનો લાંબા સમયથી લોકો સાથે સંપર્ક રહ્યો છે. જન્મદિવસ નિમિત્તે હરેશભાઈ ઠુંમરને (મો.98254 88412)ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(8:10 PM IST)