તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
આજે ભીમ અગિયારસ : સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મુહૂર્ત સાચવશે ?
આ વર્ષે ચોમાસાનું આગમન મોડુ થતા સૌ કોઇ ચિંતીત : સવારે ખંભાળીયામાં ઝાપટુ વરસ્યુ

રાજકોટ, તા. રપ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની કાગડોળે રાહ જોવાઇ રહી છે ત્યારે આજે ભીમ અગિયારસ વરસાદ માટે શુકનવંતી કહેવાતી હોવાથી આજે ભરપુર વરસાદ પડે તેવી સૌ કોઇ આશા રાખી રહ્યા છે.
ખંભાળિયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ભીમ અગિયારસ જે ખેડૂતો માટે વાવણી માટેનું શુભ મુહૂર્ત છે તે વરસાદ વગરની વાવણી થઇ નથી.
આજે સવારે જો કે ખંભાળિયામાં શુકનનું એક ઝાપટુ પડયું હતું તથા ગઇકાલે પણ ઝાપટા પડયા હતા પરંતુ વાવણી જોગ વરસાદના હોય તથા હજુ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પણ ના પડયો હોય પાણીની સગવડવાળા ખેડૂતો પણ વાવણીનું જોખમ લેતા નથી. આગામી સમયમાં વરસાદ પડે તે પછી વાવણી થવા સંભાવના છે. આ વર્ષે મોડો વરસાદ થતા ખેડુતોએ કયાંય હજુ વાવણી જ કરી નથી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર મ મહતમ તાપમાન ૩૬, લઘુતમ ર૮, ભેજ ૭૩ ટકા અને પવનની ઝડપ ૧પ.૩ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
