તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
દિગ્ગજ હાસ્યકલાકાર કિરીટ વ્યાસની આજે ૧૨ મી હાસ્યાંજલી
પિતાના અવસાનના સમાચાર સાંભળ્યા બાદ પણ કિરીટ વ્યાસે લોકોને ત્રણ કલાક હસાવ્યા અને પછી જ ઘેર ગયા

રાજકોટઃ હાસ્યકલાકાર,ગાયક અને લેખક કિરીટભાઇ બી.વ્યાસ ની આજે તા.૩૧/૭/૨૦૨૬ શુક્રવારના બારમી હાસ્યાંજલી છે.
કિરીટ વ્યાસ આ સિનિયર મોસ્ટ કલાકારે ઓર્ગેસ્ટ્રા સિગર તરીકે તેની કારકિર્દી ની શરૂઆત કરી. કિરીટ વ્યાસે આખી જિદગી કિશોરકુમાર ના ગીતો દિલથી ગાયા અને રાજેશ ખન્નાના વહેમ માં જીવ્યા. કિરીટ વ્યાસ નું એકસ્ટ્રા ઓડિનરી ડ્રેસિગ અને તેની હેરસ્ટાઈલ રાજેશ ખન્ના જેવા હતા. એટ્લે તો સહુ વહાલ થી તેમને કાકા કહેતા.
એકવાર રાજકોટમાં કિરીટ વ્યાસ નો કાર્યક્રમ ચાલે ‘‘ અમે રાજકોટવાસી જેની શેરી માં છોકરા હોય ઠાંસી ઠાંસી ‘‘ આગિત રાજકોટ માટે તેમણેજ લખેલું અને ગાયું. રાજકોટના કલાપ્રેમીઓ બેવાર વન્સમોર કરીને આગિત ગવડાવ્યું. સાહેબો એ ચાહકો નું માનરાખીને ગાયું પણ ખરું. પણ જ્યારે ત્રીજી વખત વન્સમોરે થયું ત્યારે કાર્યક્રમ પૂર્ણ થવાનો હતો. અને કિરીટ વ્યાસે પબ્લિક સામે હાથ જોડ્યા કે મને હવે ઘેર જવા દો ત્રણ કલાક પહેલા મારા પિતા શ્રી બાલાશંકર શિવશંકર વ્યાસ નું ઘેર અવસાન થયું છે.
આ સાંભળી ઓડીયન્સ ઊભું થઈ ગયું. શો ‘‘ મસ્ટ ગો ઑન'' આ સૂત્ર કિરીટ વ્યાસે જીવી બતાવ્યુ. દરેક કલાકાર પ્રથમતો એક માણસ હોવો જોઈએ અને કલાકાર ચાહકો નું મૂલ્ય ઓછું ન આંકે એવું કિરીટ વ્યાસ હંમેશા અનુસરતા.
કિરીટ વ્યાસની ઓડિઓ-વિડિયો અને ત્રણ પુસ્તકો છે. કિરીતનો કલબલાટ, ખરીર્યા લીલા પાન, ઝાકળ જેટલા આંસુ, પ્રગટ થયા છે, યુટ્યુબ પર રંગ જમાવો, કિરીટની કમાલ હાસ્યની ધમાલના પાંચ ભાગ યુટ્યુબ પર ઉપલબ્થ છે.
એકત્રીશમી જુલાઈ એ અજરા અમર ગાયક મહમદ રફીની પણ પુણ્યતીથી છે.
સ્મરણ કોઈપણ વ્યક્તિ કે પ્રસંગ ને અમરત્વ બક્ષે છે. સ્મરણ એ જીવન સમષ્ટિ પછી નું એવું જોડાણ છે જે વ્યક્તિ ને નિરંતર જીવન રાખે છે. મુંબઈ ના ભાગવત પ્રવક્તા પૂ. કૃષ્ણદત્તભાઈ નિરંજન શાષી કિરીટ વ્યાસના અદના ચાહક એ ગદગદદિત સ્વરે જણાવ્યુ કે મુંબઈ ની એવી કોઈ સંસ્થા નહીં હોય જેણે છેલ્લા સાઈઠ વરસમાં કિરીટ વ્યાસ ને મન ભરી ને માણ્યા નહીં હોય. ‘‘ બાતે ભૂલ જાતી હૈ,યાદે યાદ આતી હૈ!'' કિરીટ વ્યાસ જેવા મહાન કલાકારને હાસ્યાંજલી નો પડઘો આપનારાં અનેક વર્ષો સુધી સહધ્યો ના રૂદીયા માં જાગતો રહેશે.
આલેખન
મનીષ પી દવે (પત્રકાર) ભાવનગર,મો.૯૪૨૬૮૩૦૩૬૮
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
