News of Thursday, 30th April 2026
સરધારમાં ગૃહકલેશથી કંટાળી જઇ પ્રવિણભાઇ ચોહાણનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૩૦: સરધારમાં પ્લોટ વિસ્તારમાં રહેતાં પ્રવિણભાઇ મનસુખભાઇ ચોહાણ (ઉ.વ.૩૫) નામના યુવાને સાંજે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
પ્રવિણભાઇ સાંજે ઘરે ઉલ્ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ પુછતાછ કરતાં ઝેર પી લીધાનું જણાવતાં તુરત જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
સગાના કહેવા મુજબ પ્રવિણભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં. દારૂ પીવાની ટેવ હોઇ તેના કારણે ઘરમાં તેને કલેશ ચાલતો હતો. આનાથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
