<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ધોરાજીમાં પાંચ શખ્‍સોના ત્રાસથી કંટાળી રિક્ષાચાલકે ભાદર નદીમાં આપઘાત કર્યો

આક્ષેપ કર્યો લેખિતમાં સાથે વિડિયો પણ બનાવ્‍યોઃ ખલીફા પરિવારમાં અરેરાટી

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) સીએનજી પેસેન્‍જર રિક્ષા ચલાવતા આધેડે વેગડી પુલ પરથી ભાદર નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઈ છે. પોતાના જ ધંધા સાથે સંકળાયેલા પાંચ વ્‍યક્‍તિઓના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને આ આત્‍યંતિક પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપો સાથેની સુસાઇડ નોટ અને વીડિયો સામે આવ્‍યા છે.

ધોરાજીના લાખાપીર દરગાહ પાસે રહેતા અને ત્રણ સંતાનો તથા પત્‍ની સાથે ગરીબ પરિવારનું ગુજરાન ચલાવતા હમીદભાઈ ખલીફા પરિવારના એકમાત્ર કમાનાર સભ્‍ય હતા. તેઓ સીએનજી પેસેન્‍જર રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પોષણ કરતા હતા.

આજે સવારે ધોરાજી-જામકંડોરણા રોડ પર આવેલ વેગડી પુલ પાસે પોતાની રિક્ષા ઊભી રાખી, હમીદભાઈએ ભાદર નદીમાં ઝંપલાવ્‍યું હતું. આપઘાત કરતા પહેલા તેમણે પોતાની રિક્ષામાં જ મોબાઈલ ફોન મૂકીને એક લેખિત સુસાઇડ નોટ અને વીડિયો બનાવ્‍યો હતો. વીડિયોમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ચાર મહિનાથી અન્‍ય પાંચ ધંધાર્થીઓ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, દાદાગીરી કરી ધંધો કરવા દેવામાં આવતો નહોતો આ ત્રાસથી કંટાળીને આખરે તેમણે નદીમાં ઝંપલાવ્‍યું હતું નો આક્ષેપ બાદ બપોરે આશરે ચાર વાગ્‍યાના સુમારે તેમનો મળતદેહ મળી આવતા પોસ્‍ટમોર્ટમ માટે ધોરાજીની સરકારી હોસ્‍પિટલ ખસેડાયો છે. ઘટના અંગે ધોરાજી પોલીસ કાફલો પણ તપાસમાં જોડાયો છે અને સુસાઇડ નોટ તથા વીડિયોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:07 AM IST)