હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 31st October 2026
જામકંડોરણામાં ગાજવીજ સાથે વરસાદ

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૩૧: ગઈકાલે બપોર બાદ સાંજના સમયે હવામાનમાં પલટો આવતા કાળા ડીબાંગ વાદળો છવાયા હતા સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે ૧૨મી.મી.(અડધો ઈચ) વરસાદ પડયો હતો તાલુકાના સાજડીયાળી,ધાળીધાર,બોરીયા,જશાપર સહિતના ગામોમાં પણ વરસાદ પડયો હતો આ વરસાદથી હાલ મગફળીની મોસમ ચાલી રહી હોય ખેડુતોના ખેતરમાં પડેલ પાથરા તેમજ નીરણને નુકશાન થયું હતું તેમજ કપાસ, સોયાબીન, મરચી સહિતના વિવિધ પાકોને નુકશાનીની ભિતિ સેવાઈ રહી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
