તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
આટકોટમાં ધોધમાર વરસાદની રાહ વચ્ચે વરસતા ઝાપટા

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા., ૧૭: આટકોટમાં સવારથી વરસાદી વાતાવરણ વરસાદી ઝાપટા વરસ્યા હતા રોડ પર પાણી વહી નીકળ્યા હતા ધોધમાર વરસાદ ની આશા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે ઝાપટાં વરસ્યા હતા હજું તળાવ છલકાયું નથી ભાદર નદી માં પુર જોરદાર આવ્યું નથી ત્યારે લોકો ખેડુતો માં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ એક વાર નદી નાળા છલકાય જાય તેવી પ્રાર્થના કરી હતી સવારથી કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા હતા રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરે તેવી પ્રાર્થનાકરી હતી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
