તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ : રસ્તાઓ પર પાણી વહેતા થયા
લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ રાહતનો માહોલ : પંથકમાં વરસાદી માહોલ છવાતા ચોમાસું ફરી સક્રિય થયું

ગીર સોમનાથઃ વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. વેરાવળ, કોડીદરા, ભેટાળી, ખંઢેરી સહિતના ગામોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. વરસાદની સાથે ગાજવીજ અને પવનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. વેરાવળ પંથકમાં વરસાદી માહોલ છવાતા ચોમાસું ફરી સક્રિય થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયેલા ધોધમાર વરસાદથી ખેતીના પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જોવા મળી રહી છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
