<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જામનગર જિલ્લાની ૩૬૯ સરકારી શાળાઓ અને ૬૮૫ આંગણવાડીઓમાં પ્રિન્‍ટ અને ડિજિટલ લાઇબ્રેરીઓ દ્વારા વિશેષ પ્રોજેક્‍ટનો પ્રારંભ

 

જામનગરઃ તા. ૧૦ :  જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લા કલેકટરપી.બી. પંડ્‍યાની અધ્‍યક્ષતામાં જામનગર વાંચતુ મજાથી કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જામનગર વાંચતું મજાથી કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોમાં વાંચન પ્રત્‍યે રસ જગાડવો, તેમની જિજ્ઞાસા વળત્તિ, કલ્‍પનાશક્‍તિ અને સ્‍વતંત્ર રીતે સર્જન કરવાની ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે જેમાં વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ તબક્કામાં આ કાર્યક્રમ જામનગર અને લાલપુર બ્‍લોકની શાળાઓ અને આંગણવાડી કેન્‍દ્રોમાં શિક્ષણની ભાષાને અનુરૂપ ૧૦૦૦ પુસ્‍તકાલયોની સ્‍થાપના કરવામાં આવશે. ઉપરાંત જિલ્લા અને બ્‍લોક સ્‍તરે વાંચનમેળા જેવા કાર્યક્રમો અન પ્રવળતિઓનું આયોજન કરવામાં આવશે.

કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્‍ટરશ્રી પી. બી. પંડ્‍યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી દિપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા અને મહાનુભાવો દ્વારા ‘‘વાંચન વાટિકા''નું વિમોચન કરવામાં આવ્‍યું હતું. જેના થકી જામનગર જિલ્લાની ૩૬૯ પ્રાથમિક શાળાઓ અને ૬૮૫ આંગણવાડીઓમાં લટકતું પુસ્‍તકાલયની મદદથી વિદ્યાર્થીઓમાં વાંચન, સર્જન અને શીખવાનું પ્રોત્‍સાહક આનંદદાયી વાતાવરણ  પૂરૂ પાડવામાં આવશે.

આ જ પ્રયત્‍નોને આગળ વધારતા સમગ્ર શિક્ષા અભિયાન, આઇસીડીએસ,પ્રથમ બુક્‍સ, નાયરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના CSR સહયોગ તથા CSPC (ટાટા ટ્રસ્‍ટ્‍સની એક પહેલ) ના અમલીકરણ સહયોગથી જામનગર જિલ્લાની સરકારી શાળાઓ તથા આંગણવાડી કેન્‍દ્રોમાં પુસ્‍તકાલયોની સ્‍થાપના કરીને બાળકોમાં  કલ્‍પનાશક્‍તિ અને સ્‍વતંત્ર રીતે સર્જન ક૨વાની ક્ષમતાઓ વિકસાવવા માટે એક વ્‍યાપક પહેલ શરૂ કરી રહ્યું છે. જામનગર જિલ્લામાં પ્રસ્‍તાવિત આ રીડિંગ ઇન્‍ટરવેન્‍શન કાર્યક્રમ આગામી ત્રણ વર્ષ સુધી રાજ્‍ય સરકારના માર્ગદર્શન અને સહયોગથી અમલમાં મૂકવામાં આવશે. તેના પ્રથમ તબક્કા હેઠળ કાર્યક્રમની શરૂઆત જામનગર અને લાલપુર બ્‍લોકથી કરવામાં આવશે. આ પહેલ અંતર્ગત દરેક શાળામાંથી એક શિક્ષક તથા પસંદ કરાયેલા આંગણવાડી કાર્યકરોને બાળકો સાથે પુસ્‍તકોનો સર્જનાત્‍મક અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તાલીમ આપવામાં આવશે.

ડિજિટલ માધ્‍યમ થકી પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતા બાળકોમાં નવીન ડિજિટલ તથા પ્રિન્‍ટ માધ્‍યમો દ્વારા વાંચનની સંસ્‍કળતિનું નિર્માણ કરવું, શાળાઓમાં ઉપલબ્‍ધ ટેકનોલોજી અને ડિજિટલ માળખાનો ઉપયોગ કરીને વિવિધ માધ્‍યમોમાં વાંચનને પ્રોત્‍સાહન આપવું. ધોરણ ૧ થી ૫ માટે StoryWeaver - પ્‍લેટફોર્મ પર વિશિષ્ટ વાંચન કાર્યક્રમ વિકસાવવામાં આવશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વયાનુરૂપ ચિત્રકથાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. વિવિધ શૈક્ષણિક પ્રવળત્તિઓ અને શિક્ષકો માટે તાલીમ મોડ્‍યુલ ઉપલબ્‍ધ રહેશે.શિક્ષકો માટે ક્ષમતા વિકાસ વર્કશોપ અને તાલીમ યોજાશે.

કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર વિમલ ચૌધરી, નાયરા એનર્જી લિમિટેડના હેડ અમર કુમાર, ્‌રથમ બુક્‍સના CEO  હિમાંશુ ગિરી, શિક્ષણ વિભાગ (CSPC)ના અધ્‍યક્ષ  રીના, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વિપુલ મહેતા, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર નૂપુર પ્રસાદ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકરો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:09 PM IST)