<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ગોંડલમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ પરાકાષ્‍ઠા પર

આમ આદમી પાર્ટી દ્વારા ગોંડલને મિરઝાપુરનું બીરૂદઃ કોંગ્રેસ દ્વારા ગુંડાગીરીની વાતોઃ માત્ર રાજકીય સતા લાલસાને કારણે સર ભગવતસિહનાં ગોંડલને બદનામ કરાઇ રહ્યુ છેઃ જયરાજસિંહ જાડેજા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૫: ગોંડલની કોઇ પણ ચુંટણીઓ હોય સમગ્ર ગુજરાત ની નજર તેના પર રહેલી હોય છે. હાલ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચુંટણીઓમાં ગોંડલમાં ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા પરાકાષ્ઠાનો જંગ ખેલાઇ રહ્યો છે.

ગોંડલ તેની ‘‘ગરમ'' પ્રકળતિ માટે જાણીતું છે.ગોંડલમાં લડાઈ હમેંશા ભાજપ કોંગ્રેસ વચ્‍ચે રહેતી પરંતુ આ ચુંટણી માં આપ દ્વારા એન્‍ટ્રી કરાઇ હોય રાજકીય ગરમાવો વધ્‍યો છે.ગોંડલ મિરઝાપુર બન્‍યુ છે થી લઇને પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ પર નિશાન તાકી ગુંડાગર્દીનાં આક્ષેપોનો હલ્લાબોલ કરાઇ રહ્યો છે.

છેલ્લા છ આઠ મહિનાથી આપનાં જીગીશા પટેલ દ્વારા ગોંડલ કેમ્‍પ કરી અહી નાં લોકો ભયભીત છે તેવી વાત સાથે ગોંડલ મિરઝાપુર બન્‍યુ છે. તેવો પ્રચાર કરાઇ રહ્યો છે.સોશ્‍યલ મિડીયા માં જીગીશા પટેલ નાં આ પ્રકાર નાં વિડીયો ચમકતા રહેછે.કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈ દ્વારા જયરાજસિહ જાડેજા નાં પરીવાર દ્વારા ગુંડાગર્દી નાં આક્ષેપો કરાઇ રહ્યા છે.

સામા પક્ષે જયરાજસિહ જાડેજા એવું કહી રહ્યા છે કે મારો વિરોધ હોય તો વ્‍યક્‍તિગત મારી સામે આવો પણ મહેરબાની કરીને સર ભગવતસિહજી નાં ગોંડલ ને બદનામ નહી કરો.

ખાસ કરીને આપનાં જીગીશા પટેલને આડેહાથ લઇ જયરાજસિહે કહ્યુ કે  બહારથી આવેલાં આ બહેન ગોંડલની પુરી ભુગોળ પણ જાણતા નથી.તેમનો ઇરાદો લોકોની સેવા નહી પણ આગામી વિધાનસભા છે.પરંતુ પોતાની માતળભુમી ને કોઇ મિરઝાપુર કહે તે ગોંડલવાસી ઓ સહન કરી શકે તેમ નથી.જેનુ પરીણામ આ બહેન ને આગામી તા.૨૮ નાં મળી જશે.

આપ દ્વારા ગોંડલ માં કોઇ જાહેર સભા નથી લેવાઇ માત્ર ગ્રામ્‍ય વિસ્‍તાર માં પ્રચાર ચાલી રહ્યો છે.કોંગ્રેસ દ્વારા માંડવીચોક માં જાહેર સભા લેવાઇ હતી.પરંતુ લોકોની હાજરી પાંખી હતી.મંચસ્‍થ આગેવાનો ને પણ આ વાત સ્‍વિકારવી પડી હતી.બીજી બાજુ અયોધ્‍યા ચોક માં ભાજપ ની જાહેરસભા માં લોકોની ખાસ્‍સી હાજરી હતી.

આંખે ઉડીને વળગે તેવી વાત એ કહી શકાય કે કોંગ્રેસ પાસે વકતાઓ ની કમી છે.તો ભાજપ પાસે વકતાઓ ની લાઇન છે. આજે તા.૨૫ થી પ્રચારનાં પડઘમ શાંત થયા છે.ત્‍યારે ડોર ટુ ડોર તથા ગળપ મિટીંગનો દૌર બમણા વેગ સાથે ચાલુ છે. ગોંડલ ત્રીસ પાત્રીસ વર્ષથી ભાજપનો ગઢ ગણાય છે. ત્‍યારે આમ આદમી પાર્ટી મિરઝાપુર ફેકટર  સાથે અને  કોંગ્રેસ ગુંડારાજની દુહાઇ સાથે ભાજપનાં ગઢનાં કાંગરા ખેરવવા સફળ બને છે કે પ્રજાનો જાકારો સહેવો પડશે તે તા.૨૮ નાં સ્‍પષ્ટથશે

(2:09 PM IST)