<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

તળાજાના સરતાનપર બંદરે સગા ત્રણ ભાઈ બહેન દરિયામાં તણાયાઃ ૧નો બચાવ ૨ ના મૃત્‍યુ

માતા પર પુરૂષ સાથે ત્રણેય સંતાનોને મૂકી ભાગી ગયેલ છે, પિતા ખાળીયા ખોદવા ગયા હતાને કોળી પરિવારમાં સર્જાય કરૂણાંતિકા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૫: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ખાતે રહેતા કોળીજાદવ પરિવાર ના સગા ત્રણ ભાઈ બહેન જેમાં બે બહેન અને એકભાઈ ે પાડોશીઓ સાથે દરિયે ન્‍હાવા ગયા હતા. આ સમયે નાના ભાઈ બહેન ૧૨ વર્ષની ઉંમર ની મોટી બહેન ની નઝર સામેજ દરિયાના મોજામાં તણાવા લાગતા તેમને બચાવવા મોટી બહેનપણ કૂદી હતી. તે પણ તણાવા લાગી હતી. કુદરતને મોટી બહેન પાણીનો ભોગબને તે જાણે મંજુર ન હોય તેથી અહીં ઉપસ્‍થિત માછીમારો નું ધ્‍યાનજતા તેમને બચાવી લેવાય હતી.નાના ભાઈ બહેન ના મળત્‍યુ થતા ગમગીની છવાઈહતી.

સરતાનપર ગામે રહેતા ખાળીયાખોદવા ની મજૂરી કામ કરી પરિવાર નો નિર્વાહ ચલાવતા રમેશ ટેકાભાઈ જાદવ ના ત્રણ સંતાનો જેમાં બે દીકરી રાજશ્રી,વૌશાલીઅને એક દીકરો આયુષ પડોશીઓ સાથે દરિયામાં ન્‍હાવાગયા હતા.આ સમયે નાના ભાઈ બહેન આયુષ અને શિવાની બંને દરિયાના પાણીમા ગરકાવ થવા લાગ્‍યા હતા.મોટી બહેન રાજશ્રી ની નજર જતા તે પોતાનાથી નાના ભાઈ બહેન ને બચાવવા જતા તે પણ પાણીમા ગરકાવ થવા લાગી હતી. તે બાબત ની જાણ આસપાસ કામ કરતા માછીમારો ને થતા તેઓએ ડૂબતી રાજશ્રી ને બહાર કાઢી તાત્‍કાલિક તળાજા ની સદવિચાર હોસ્‍પિટલમાં સારવાર અર્થે મોકલી આપતા બચીગઈ હતી.

ગામના સેવાભાવી શાંતિભાઈ બાંભણીયા સ્‍થળપર દોડીગયા હતા.તેઓ એ જણાવ્‍યું હતુ કે બંને ભાઈ બહેન ડૂબ્‍યાના વાવડ એ ગામના લોકો મોટી સંખ્‍યામાં એકઠા થઇ પોતાની હોડીઓ દ્વારા બચાવ કામગીરી શરૂકરી હતી. તળાજા ફાયર રેસ્‍કયુ ટીમને મળતા રેસ્‍કયુ ટીમ દ્વારા આધુનિક ઇકવિપમેન્‍ટ સાથે પહોંચી ગયેલ.સૌના સહિયારા પ્રયાસ થી દોઢેક કલાકમા પાણીમા ગરકાવ ભુલાાઓને શોધવામાં સફળતા મળીહતી.મારતીગાડીએ તળાજા સરકારી હોસ્‍પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે આયુષ ઉ.વ.૬ અને શિવાની ઉ.વ.૫ ને મળત્‍યુ પામેલ જાહેરકર્યા હતા.

 હતભાગી રમેશભાઇ જાદવ એ જણાવ્‍યું હતુ કે પોતાની પત્‍ની વૈશાલીબેન ચારેક વર્ષ પહેલાં ત્રણેય સંતાનો ને મૂકીને આમળા ગામના પુરુષ સાથેભાગી ગયેલ છે.અહીં પોતાના લગ્ન થતા ન હોય મહારાષ્‍ટ્ર ની યુવતી સાથે પરણ્‍યો હતો..મજૂરી કામ કરી સાંજે જે કાંઈ રૂપિયા મળે તેનાથી  સંતાનો અને વળદ્ધ માતા પિતા નું ગુજરાન ચાલતુંહતું.

૧૨ વર્ષની રાજશ્રી દરિયામા કૂદી પરંતુ...

દરિયાના પાણીમા પોતાના નાના ભાઈ બહેન ને તણાતાં જોઈને ગામની જોળ પ્રા.શાળામા ધો.૬ નો અભ્‍યાસ કરતી રાજશ્રી એ પણ દરિયામાં છલાંગ લગાવી હતી.

ભાઈ બહેન ને બચાવવા માટે તેમની પાછળ જવા લાગી હતી. તેમણે જણાવ્‍યું હતુકે મારી નઝર સામેજ નાના ભાઈ બહેન ને તણાતાં જોયા હોય હું તેમને બચાવવા દોડી.હું પણ ડૂબી પછી મને ખબર નથીકે હું દવાખાને કેમ પહોંચી.

(11:27 AM IST)