News of Monday, 1st June 2026
ધોરાજી ઉપલેટા પંથકમાં ત્રણ પોલીસની ટીમો દ્વારા ૬ ડમ્પર સહિત રૂા.૮૦ લાખનો મૂદામાલ સિઝ

ધોરાજી, તા.૧: ધોરાજી ઉપલેટા પંથકમાં ખાણ અને ખનીજ વિભાગ, પોલીસ ની ટીમો દ્વારા ખનીજ ચોરી ડામવા ચેકીંગ ઝૂંબેશ હાથ ધરાઇ છ ડમ્પરે સહિત નો રૂા.૮૦લાખ નો મૂદામાલ સિઝ કરાયો
રાજકોટ જીલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશ ની સુચના અન્વયે જીલ્લા ખાણ અને ખનીજ વિભાગ ટીમ તથા પોલીસ તંત્ર દ્વારા સયૂકત રીતે ખનીજ ચોરી ડામવા માટે રાજકોટ ખાણ ખનીજ વિભાગ કચેરી ટીમ ના હિતેશભાઈ ગઢવી, રવીરાજસિહ ગોહીલ, કુલદિપસિહવાળા સહિતના અધિકારી ઓની ટીમેચેકીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી
ખાણ ખનીજ વિભાગ તથા પોલીસ તંત્ર ની ટીમો દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી ડામવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રાજકોટ જીલ્લા ખાણ અને ખનીજ વિભાગ નાં હિતેશભાઈ ગઢવી એ જણાવ્યું હતું કે ધોરાજી ઉપલેટા પંથકમાં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી ડામવા માટે ચેકીંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર ખનીજ ભરેલ છ ડમ્પર વાહનો ને ઝડપી પાડી ને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચેકીંગ ઝૂંબેશ દરમિયાન છ ડમ્પર વાહનો સહિત નો રૂ ૮૦લાખ નો મૂદામાલ સિઝ કરી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (તસવીરઃ કિશોર રાઠોડ)
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
