<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

સબંધ તોડી નાખવા છતાં પ્રેમિકાનું અપહરણ કરી રાજકોટ આવી રહેલા ત્રણ શખ્‍સોને પાણશીયા પોલીસે ઝડપી લીધા

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૭: ચૂંટણીલક્ષી પેટ્રોલિંગ દરમિયાન વડોદરાના સયાજીગંજ પોલીસ સ્‍ટેશનમાંથી મળેલ માહિતી મુજબ, અપહરણના આરોપીઓ એક સફેદ સ્‍વિફટ કારમાં ભોગબનનાર મહિલાને લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા. આથી, પાણશીણા ચેકપોસ્‍ટ ખાતે તાત્‍કાલિક નાકાબંધી ગોઠવવામાં આવી હતી.

પોલીસે ચેકપોસ્‍ટ પર સતર્કતાપૂર્વક વોચ ગોઠવી શંકાસ્‍પદ સ્‍વિફટ કારને રોકી હતી. તપાસ કરતા કારમાંથી અપહરણ કરાયેલી મહિલા મળી આવી હતી અને કારમાં સવાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્‍યા હતા.

ભોગબનનાર મહિલાને સુરક્ષિત રીતે મુક્‍ત કરાવી, ત્‍યારબાદ આરોપીઓ, મહિલા અને ગુનામાં વપરાયેલી કારને વધુ કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસને સોંપવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં બાબુભાઈ રબારી, રાણાભાઈ ઉર્ફે રોહિત અને જયેશભાઈ ઉર્ફે ભીખોનો સમાવેશ થાય છે.

આ સમગ્ર સફળ કામગીરી પાણશીણા પોલીસના ઇન્‍સ્‍પેક્‍ટર કે.ડી. જાદવ અને તેમની ટીમ દ્વારા ઝડપી રીતે પાર પાડવામાં આવી હતી.

યુવતીને લગ્ન પહેલાં અપહરણકાર યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની શકયતા છે. લગ્ન બાદ યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્‍યાં હતા. આ વાત સહન નહીં થતાં પ્રેમી યુવકે મિત્રો સાથે પ્‍લાન ઘડીને યુવકે પ્રેમીકાનું અપહરણ કર્યું હતું. અપહરણના સમયે યુવતીએ પણ બચાવ માટે પ્રતિકાર કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શર્મસાર કરતી વાત તો એ છે કે ઘટના સ્‍થળે ૨૦૦થી વધુ લોકો પસાર થાય પરંતુ આમાંથી એકપણ વ્‍યક્‍તિએ યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો

(12:05 PM IST)