તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
અમરેલીના પટવા દરિયાકાંઠે ત્રણ સિંહો વચ્ચે ટક્કરઃ જીવ બચાવવા દરિયામાં ઊતરેલા છ વર્ષના સિંહનું ડૂબી જતાં મોત
પીપાવાવ બંદરની જેટી નજીકથી સિંહનો મળતદેહ મળ્યોઃ પોસ્ટમોર્ટમમાં ડૂબી જવાથી મોત થયાનો ખુલાસોઃ વન વિભાગે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધર્રીં

અમરેલી, તા. પઃ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં પટવા ગામ નજીક સોમવારે ત્રણ સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈ થયાની આશંકા વચ્ચે એક સિંહનું કરુણ મોત નીપજ્યું છે. રાજુલા રેન્જના વન અધિકારી ડી. કે. મકવાણાના જણાવ્યા મુજબ અન્ય બે સિંહો સાથેના સંઘર્ષથી બચવા આશરે છ વર્ષનો સિંહ ચાંચ બંદર નજીકથી અરબી સમુદ્રમાં ઊતરી ગયો હતો.
મંગળવારે બપોરે આશરે ૧:૩૦ વાગ્યે પટવાના દરિયાકાંઠાથી ત્રણ કિલોમીટર દૂર પીપાવાવ બંદરની જેટી નજીક તેનો મળતદેહ તરતો જોવા મળ્યો હતો. બંદરના કર્મચારીઓએ જાણ કરતાં વન વિભાગની ટીમ પહોંચી હતી. સ્થાનિકોએ સિંહને દરિયામાં ઊતરતો જોયો હોવાનું જણાવ્યું હતું. વનકર્મીઓને તેના પગલાંનાં નિશાન પણ મળ્યાં હતાં.
પોસ્ટમોર્ટમમાં સિંહનું મોત ડૂબી જવાથી થયાનું બહાર આવ્યું છે. વન અધિકારીના જણાવ્યા મુજબ સિંહો તરી શકે છે, પરંતુ આ સિંહ લાંબું અંતર તરતાં થાકી ગયો હોવાની શકયતા છે. પટવા, ચાંચ બંદર અને પીપાવાવનો દરિયાકાંઠો સિંહોના અવરજવર વિસ્તારનો ભાગ છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
