તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નેશનલ હાઈવે ઉપર બે અકસ્માતોમાં ત્રણના મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ સાયલા હાઇવે ઉપર અકસ્માત સર્જવા પામ્યા છે જેમાં બે અકસ્માતોમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે ત્યારે આ બંને અકસ્માતો સર્જાયા છે જેમાં બંને અકસ્માતોમાં પોલીસ તંત્ર દ્વારા હાલમાં ફરિયાદ નોંધ અને તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા અને હાઇવે પર વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને અકસ્માતમાં સંકળાયેલા વાહનો અંગેની વિગતો એકત્ર કરવાની તેમજ મળતદેહોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના ચોક્કસ કારણો અને જવાબદારી અંગે પોલીસની તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મળતક યુવકોની ઓળખ પરેશ વાઘરોડિયા અને રાજુ વાઘરોડીયા તરીકે થઈ છે, જે બન્ને વડોદ ગામમાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે. બન્ને યુવકોએ અકસ્માતમાં જીવ ગુમાવતા વાઘરોડીયા પરિવાર તેમજ વડોદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાયલા-ચોટીલા હાઈવે પર આવેલા આયા બોર્ડ પાસે બાઈક અને ટેઈલર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ચોરવીરા ગામના ૬૦ વર્ષીય સોમાભાઈ મધુભાઈ સાબળીયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સોમાભાઈ GJ03DH0766 નંબરના બાઈક પર હડાળા તરફ જઈ રહ્યા હતા. અકસ્માત સર્જીને ટેઈલરનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાઈવે પર બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો. સાયલા તાલુકાના આયા બોર્ડ પાસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે.
પોલીસને જાણ કરાતા તેમણે ટ્રાફિક નિયંત્રિત કર્યો અને મળતદેહને પોસ્ટમોર્ટમ માટે સાયલા ખસેડ્યો. સોમાભાઈના બે દીકરાઓએ પિતા ગુમાવ્યા છે, જેથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
