તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
કચ્છના ભચાઉમાં આશા વર્કરની ત્રણ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બીભત્સ પોસ્ટ કરનાર ઝડપાયો
રાપરના નવાપુરાના કિરણ ચૌહાણ સામે સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ : સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૨૪ : કચ્છના ભચાઉ તાલુકામાં આશા વર્કર તરીકે કામ કરતી ૪૫ વર્ષીય મહિલાની ફેક આઈડી બનાવવાના કિસ્સાએ ચકચાર જગાવી છે. ઈન્સ્ટાગ્રામ ઉપર ત્રણ ત્રણ ફેક આઈડી બનાવી બીભત્સ લખાણ પોસ્ટ કરવાના કિસ્સાની જાણ થયા બાદ મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરતા આ ત્રણેય ફેક આઈડીમાં રાપરના નવાપુરામાં રહેતા કિરણ પ્રભુરામ ચૌહાણનું નામ ખુલ્યું હતું. જેને પગલે પોલીસે આરોપી યુવાન સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
