તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ઉનાના ગુપ્તપ્રયાગમાં પૂ. મુકતાનંદબાપુના સાનિધ્યમાં કાલથી ત્રિદિવસીય ધાર્મિક મેળો
ગુરૂવારે રાત્રે રાજભા ગઢવીનો ભવ્ય લોકડાયરો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. ઉના દેલવાડા પંથકમાં આવેલ ગુપ્ત પ્રયાગ ખાતે પૂ. મુકતાનંદબાપુના સાનિધ્યમાં આગામી તા. ૯ ને બુધવારથી તા. ૧૧ ને શુક્રવાર સુધી ભાદરવી અમાસ નિમિતે ત્રિદિવસીય ધાર્મિક મેળો યોજાનાર છે.
દર વર્ષની પરંપરા મુજબ ભાદરવી અમાસના પાવન પર્વ નિમિતે ગુપ્ત પ્રયાગ ખાતે ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક મેળો યોજાય છે. જેમાં દર વર્ષે લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડે છે. અને ધર્મ ભકિત સાહિત્ય તથા લોક સંસ્કૃતિનો અદ્્ભૂત સંગમ સર્જાય છે.
તા. ૧૦ ને ગુરૂવારના લોકડાયરામાં રાજભા ગઢવી જમાવટ કરશે. ઉના દેલવાડા પંથકની ધર્મપ્રેમી જનતા સાહિત્ય અને સંસ્કૃતિ પ્રેમીઓને મેળાનો અને લોકડાયરાનો લાભ લેવા પૂ. મુકતાનંદબાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
