<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th October 2026

મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા ત્રણ દિવસીય નવરાત્રી મહોત્સવ, વિજયાદશમીએ શસ્ત્રપૂજન.

ત્રી દિવસીય રાસ ગરબાનું આયોજન ન્યુ પેલેસ મોરબી ૨ ખાતે આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સમાજના બહેન દીકરીઓ માટે સમાજની પરંપરા અનુસાર રાસ ગરબા લઇ સકે તે માટે તા. ૧૩ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર સુધી ત્રી દિવસીય રાસ ગરબાનું આયોજન ન્યુ પેલેસ મોરબી ૨ ખાતે કરવામાં આવ્યું છે.
    નવરાત્રી મહોત્સવમાં ભાગ લેનાર બહેન દીકરીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે પ્રિન્સેસ, રનર્સ પ્રિન્સેસ, લીટલ પ્રિન્સેસ, રનર્સ લીટલ પ્રિન્સેસ, ટ્રેડીશનલ ડ્રેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઈલ અને સરપ્રાઈઝ ઇનામો આપવામાં આવશે તેમજ તા. ૨૦ને મંગળવારે વિજયા દશમીના પાવન પર્વે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે જેમાં બપોરે ૩ ; ૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલ સામાકાંઠે મોરબી ૨ થી બાઈક-કાર રેલી યોજાશે જેમાં રાજપૂત સમાજના ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર સાફા સાથે મહારેલીમાં જોડાશે અને શ્રી મોમાઈ માતાજી મંદિર, ન્યુ પેલેસ સામાકાંઠે મોરબી ૨ ખાતે શસ્ત્ર પૂજન રાખેલ છે જે કાર્યક્રમમાં સ્પોન્સર તરીકે સ્વ. ઉદયસિંહજી મનુભા જાડેજા પરિવાર જયદીપ એન્ડ કંપની વવાણીયા (મોરબી) અને કો સ્પોન્સર ડી એસ ઝાલા સાહેબ દેવ સોલ્ટ પ્રા. લી. માળિયા (મી.) છે.

(12:40 AM IST)