તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરી મેદાન ખાતે ત્રિ-દિવસીય ભવ્ય લોકમેળાનું આયોજન : સાંસદ પૂનમબેન માડમના હસ્તે કાલે બુધવારે સાંજે ૫ વાગ્યે લોકમેળાનો શુભારંભ
શ્રાવણ વદ તેરસથી અમાસ સુધી ચાલશે લોકમેળો: નગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ : અવનવી રાઈડ્સ, ચકડોળ, ખાણી-પીણીના સ્ટોલ્સ તેમજ ખરીદી માટે વિવિધ હાટડીઓ લગાવવામાં આવી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૮ : ધ્રોલ નગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ધ્રોલ શહેરના ઐતિહાસિક ભૂચરમોરી મેદાન ખાતે ત્રિ-દિવસીય ભવ્ય ‘ભૂચરમોરી લોકમેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ માસની વદ તેરસ, ચૌદસ અને અમાસ એટલે કે તા. ૦૯-૦૯-૨૦૨૬ થી તા. ૧૧-૦૯-૨૦૨૬ એમ ત્રણ દિવસ સુધી આ મેળો યોજાશે.
આ લોકમેળાનો વિધિવત ઉદ્ઘાટન સમારોહ તા. ૦૯-૦૯-૨૦૨૬, બુધવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે ભૂચરમોરી મેદાન ખાતે યોજાશે. આ મેળાનું ઉદ્ઘાટન જામનગર લોકસભા મતવિસ્તારના સાંસદ પુનમબેન માડમના વરદહસ્તે કરવામાં આવશે.
આ ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ડી. જીવાણી, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, મહામંત્રીઓ કુમારપાલસિંહ રાણા, ભરતભાઈ દલસાણીયા, ભવાનભાઈ ચૌહાણ તેમજ ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ હિરેન આર. કોટેચા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર અને ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
મેળામાં નાગરિકો અને બાળકો માટે અવનવી રાઈડ્સ, ચકડોળ, ખાણી-પીણીના સ્ટોલ્સ તેમજ ખરીદી માટેની વિવિધ હાટડીઓ લગાવવામાં આવી છે. ધ્રોલ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેળાનો આનંદ માણવા ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ વાઘેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા, કારોબારી અધ્યક્ષ સુરેશજતી ગોસાઈ, ચીફ ઓફિસર ગીરીશકુમાર સરૈયા તેમજ સમગ્ર નગરપાલિકા સદસ્યો અને સ્ટાફ દ્વારા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ ધ્રોલ નગરપાલિકા દ્વારા પાઠવવામાં આવ્યું છે
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
