હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં ખૂની હુમલાના ત્રણ આરોપી ઝડપાઇ ગયા
આરોપી ખફી રાજકોટના ગુન્હામાં પણ સામેલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ સીટી પ્રએ- ડીવી પો.સ્ટે કલમ-૧૦૩(૧),૧૦૯(૧),૧૧૫(૨),૫૪,૬૧(૨) મુજબનો ગુન્હો તા.૧૦/૧૦/૨૦૨૬ ના રોજ જાહેર થયેલ હોય. જે ફરીયાદી શબીર હુશેન અબ્દુલભાઇ હમીરાણી સાથે ગઈ તા.૨૯/૦૯/૨૦૨૬ ના રાત્રીના સમયે આરોપી હાજી અયુબને ફરીયાદી સાથે ગાડી જોવા બાબતે માથાકુટ થયેલ હતી તેનું મન દુઃખ રાખી વ્હેલી સવારના આ કામના ફરીયાદી તથા સાહેદો આઇ-૨૦ કાર નંબર GJ-10-AE-8686 માં બેસીને દરબારગઢ આવતા હતા ત્યારે કલ્યાણ ચોકમાં આ કામના ફરીયાદીને આરોપીઓ જોઇ જતા ફરીયાદી પોતાની કાર લઈ ગુલાબનગર પરત જતા હતા ત્યારે આરોપીઓએ કાવતરૂ રચી થાર કાર નં. GJ 37 M 1616 અને મોટર સાઇકલ સ્કૂટરમાં પીછો કરી કારને પાછળ થી ઠોકર મારતા ફરીયાદીની આઇ-૨૦ કાર રોડ ની બાજુમાં પડેલ બસ સાથે અથડાઇ જતા અફઝલ રહીમભાઇ ચાવડા આઇ-૨૦ કારમાંથી ફંગોળાઇ જઇ નીચે પડી જતા સ્થળ ઉપર મરણ ગયેલ અને ફરીયાદી તથા સાહેદોનું થાર કાર થી ઠોકર મારી શરીરે નાની મોટી ઇજાઓ કરી ખૂન કરવાની કોષીશ કરી નાશી ગથેલ. (૧) હાજી અયુબભાઇ ખફી સુમરા ઉવ.૨૮ રહે. મોરકંડા રોડ રબાનીપાર્ક શેરી નં-૩ (૨) ઇમ્તિયાઝ ઇકબાલભાઇ ઉવ.૩૫ રહે. ખોડીયાર કોલોની મદીના મસ્જીદ સામે બ્લોક નં-૧૦૧ જામનગર (૩) ખલીલ ઉર્ફે બાઠીયો ઇસ્માઇલભાઇ કોરા ગરાણા ઉવ.૨૯ રહે. કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પીટલની બાજુમાં ટીટા ફળી જામનગર વાળાઓને ગણતરીની કલાકમાં પકડી પાડી થાર કાર રજી.નં. GJ 37 M 1616 ની કિ.રૂ-૬,૦૦,૦૦૦/- ગણી તથા બર્ગમેન મો.સા. રજી. નં- GJ 10 EF 2003 ની કિ.રૂ-૩૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.
જેમાં આરોપી હાજી અયુબભાઇ ખફી વિરૂધ્ધના ગુન્હો ગાંધીગ્રામ રાજકોટ શહેર ગુ.ર. નં. ૧૧ર૦૮૦પરર૦૬પ૪/ર૦રર ઇ.પી.કો. કલમ ૩ર૩, પ૦૪, પ૦૬(ર) ૪૪ મુજબ ના ગુન્હામાં સામેલછે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
