તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
મજેવડી દેવતણખી ધામે ઐતિહાસિક ૧૧૫મી રથયાત્રામાં હજારો લોકો જોડાયા
બે થી ત્રણ માળ સુધી લોકો અગાસી અને બાલ્કની ઉપર ઉભા રહીને દર્શન કર્યાઃ દેશભરમાંથી લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા

ધોરાજી તા.૧૭: ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ દેવતણખી ધામ મજેવડી ખાતે અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો જેમાં બે દિવસથી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
મજેવડી દેવતણખી ધામ ખાતે લુહાર સમાજના કુલભૂષણ સંત શ્રી દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલબાઈ એ જીવતા સમાધિ અષાઢી બીજ ના દિવસે લીધેલી હતી ત્યારથી ચેતન સમાધિ ખાતે સમગ્ર દેશમાં થી હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે ત્યારે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે દેવતણખી ધામ ચેતન સમાધિ મંદિર ખાતેથી વિશાળ ૧૧૫ મી વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રા નો ઙ્કારંભ કરવામાં આવેલ રથયાત્રામાં દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહિલ , ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા ટ્રસ્ટી વલ્લભભાઈ પરમાર સુરત. ઉદ્યોગપતિ અને ભામાશા પરસોત્તમભાઈ (દાસકાકા) પિત્રોડા અમદાવાદ. શામજીભાઈ કવા જૂનાગઢ દાતા તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મંત્રી રમેશભાઈ કારેલીયા ટ્રસ્ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળાવાળા પ્રવીણભાઈ કારેલીયા મજેવડી દેવતણખી ધામ મંદિરના પૂજારી શાષાી વિઠ્ઠલ ભગત નાથાભાઈ પિત્રોડા અમદાવાદ જગદીશભાઈ આસોડિયા વિગેરે સમાજના શ્રેષ્ઠીઓ તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા મજેવડીના સરપંચ તેમજ શહેરના આગેવાનો તેમજ જૂનાગઢ જિલ્લાના આગેવાનો રથયાત્રામાં જોડાયા હતા.
રથયાત્રામાં વિવિધ શણગારેલા મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા તેમજ ગૌશાળા ના બેન્ડવાજા તેમજ રાસ મંડળી ની રમઝટ જોવા મળી હતી અને દેવતણખી ધામ મંદિર ખાતેથી રથયાત્રા મજેવડી ગામની અંદર મૂળ દેવતણખી બાપા ની જે જગ્યાએ પ્રસાદીનું સ્થાન હતું ત્યાં મામેરુ ભરવા ગયા હતા અને મામેરુ ભરીને નિશાન દેવતણખી ધામ ચેતન સમાધિ ઉપર ચઢાવવામાં આવેલું હતુ. બે દિવસીય અષાઢી બીજ મહોત્સવમાં અંદાજે એકાદ લાખ થી વધારે લોકો જોડાયા હતા
બે દિવસ સુધી ભજન ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો તેમજ ચા-પાણીની તમામ સુવિધાઓ અને યાત્રિકોને રહેવા અને જમવાની પણ વ્યવસ્થા વિનામૂલ્ય કરવામાં આવી હતી
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
