<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા

તાલાલાથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલ હોવાનું નોંધાયું: છેલ્લા ત્રણ દિવસથી સતત ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

ગીર સોમનાથના તાલાલા પંથકમાં સતત ત્રીજા દિવસે ભૂકંપના આંચકા આવ્યા હતા. તાલાલા પંથકમાં ફરી એક વાર ધરતી ધ્રૂજી ઉઠી. આજે વહેલી સવારે 3:22 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો. ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઈ હતી. તાલાલાથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ આવેલ હોવાનું નોંધાયું છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. તાલાલા પંથકમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત્ રહ્યો છે.

(6:31 PM IST)