News of Wednesday, 2nd September 2026
કોટડાસાંગાણીના જુની મેંગણીના યુવાન પાસેથી કાર લઇ બીજાને વેચી નાંખી !
ગોંડલના ચંદ્રકાંત ચૌહાણ સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ, તા. ર : કોટડાસાંગાણીના જુની મેંગણીના યુવાન પાસેથી ગોંડલના શખ્સે કાર લઇ બીજાને વેચી નાંખતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ કેતન દાનાભાઇ પરમાર ધંધો મજૂરી કામ રહે. જુની મેંગણી તા. કોટડા સાંગાણી એ આરોપી ચંદ્રકાન્ત ફુલાભાઇ ચૌહાણ રહે. ગોંડલ સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ તેઓના જામવાડી બેંક આઇસીઆઇસીઆઇ ના ખાતામાં પૈસા ના હોય તેમ જાણવા છતાં ફરીયાદીને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી ઇકો કાર રૂા. ૩,ર૦,૦૦૦ માં વહેંચાતી લઇ જઇ તેઓના બદલામાં ચેક આપી જે ચેક બાઉન્સ થતા ફરીયાદી પૈસા નહી ચૂકવી બાદ સાહેદ ધવલભાઇ ધડુક રહે. જેતપુરને રૂા. ૧,પ૦,૦૦૦ માં વહેંચાણથી આપી, પૈસા મેળવી લઇ ફરીયાદના નામની ટીટીઓ ફોર્મમાં ખોટી સહીઓ કરી વહેચાણ કરી બંને સાથે છેતરપીંડી કરી હતી.
આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
