News of Thursday, 9th July 2026
નાગકા ગામની સીમમાં લાકડા કાપી બે બોલેરોમાં ભરી જામનગર વેંચવા જતા રાણાવાવના બે શખ્સો ઝબ્બે

ખંભાળીયા, તા.૯: પોરબંદર તરફથી અલગ અલગ બે બોલેરો પીકઅપ વાહનોમાં ગેરકાયદેસર કાપવામાં આવેલ વળક્ષોના લાકડાનો મોટો જથ્થો ભરી ભાણવડ તરફ વેચાણ અર્થે આવે છે, આમ હકિકત મળતા વોચમાં હતા તે દરમ્યાન બે બોલેરો પીકઅપ વાહનો પોરબંદર તરફથી આવતા જણાતા તુરત જ તેને રોકી પુછતા નં.(૧) અર્જુનભાઇ ગાંડુભાઈ મકવાણા, કોળી, ધંધો -ડ્રાઇવીંગ, રહે.રાણાવાવ, વાગડીયા વાસ, વેલનાથ પરા તથા નં. (૨) શામજીભાઈ ભીખુભાઇ મોઢતરીયા, કોળી, ધંધો-ડ્રાઇવીંગ, રહે.રાણાવાવ, વાગડીયા વાસ, વાળા હોવાનુ જણાવેલ તેમજ તેઓના કબ્જાની બોલોરો પીકઅપ વાહનના ઠાઠામાં તપાસ કરતા બંને પીકઅપ વાહનમાં કાળા કલરની તાલપતરી આડમાં મોટી પ્રમાણમાં વળક્ષોના લાકડાઓનો જથ્થો ભરેલ હોય, જેથી લાકડાના જથ્થા બાબતે બંને વાહન ચાલકોને પૂછપરછ કરતા તેઓએ પોરબંદર જિલ્લાના નાગકા ગામની સિમમાંથી લાકડા કાપી અને જામનગર ખાતે અલગ-અલગ કારખાનાઓમાં વેચાણ કરવા અર્થે જતા હોવાનું જણાવેલ, બન્ને ઇસમો પાસે કોઇ સક્ષમ અધિકારીશ્રીની પુર્વ મંજૂરી કે કોઇ પણ પ્રકારનો આધાર પુરાવા નહિં હોવાનું જણાયેલ. જેથી સદરહુ બંને વાહનોમાં ભરેલ લાકડા અંદાજીત કુલ ૫૫૦ મણ કિ.રૂ.૨૮,૦૦૦/- નો જથ્થો તથા બંને પીકઅપ વાહનની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૧૦,૨૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વાહન ચાલક વિરૂધ્ધમાં ધી સૌરાષ્ટ્ર ફેલીંગ ઓફ ટ્રીઝ (પ્રતિબંધ) અધિનિયમ, ૧૯૫૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વધુ તપાસ અર્થે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી વી.એ.રાણા, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. ડી.એ.વાળા, પોલીસ સબ ઇન્સપેક્ટર, સજુભા હમીરજી જાડેજા, દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા, ભરતભાઇ મારખીભાઈ બેડીયાવદરા, ચિરાગસિંહ ભીખુભા જાડેજા, આસી.સબ.ઇન્સપેક્ટર. નિતેશભાઈ દાનાભાઇ સાદીયા, પોલીસ હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા, પોલીસ કોન્સટેબલ એ કરી હતી
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
