News of Wednesday, 22nd July 2026
હાલના સમયે લોકસભા-વિધાનસભામાં બેઠક વધારવાની જરૂર નથીઃ ભીખાભાઇ બાંભણીયા
ભાજપ સરકાર લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી કરવા ધમપછાડા કરે છેઃ પૂર્વ ધારાસભ્યનો આક્ષેપ

રાજકોટ, તા. રરઃ જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યુ છે કે ભાજપ સરકાર લોકસભામાં બે તળતિયાંશ બહુમતી કરવા માટે તડ-જોડ, ખરીદ વેચાણ વિગેરેનો ઉપયોગ કરવા ધમપછાડા કરતા હોય તેવું દેખાઈ રહયું છે. આ બહુમતી સંખ્યાથી મહિલાને લોકસભા ૩૩% સભ્ય સંખ્યાની લાભ મળે તે માટે તથા લોકસભા અને વિધાનસભાની સીટો વધારવવા ની મહેચ્છા રાખતા હોય એવું દેખાય રહયું છે લોકસભામાં ૫૫૦ ના બદલે ૮૦૦ ઉપરાંત સીટો કરવી તથા ગુજરાત વિધાનસભા ની ૧૮૨ ની જગ્યા એ ૨૭૫ સીટો કરવાની મથામણ અને પ્રયાસ ચાલુ છે.
કેન્દ્રના તથા રાજ્યના પ્રજાના કે ખેડૂતના તથા અન્ય સમાજના પ્રશ્ન માટે કોઈ પણ ધારાસભ્ય કે સંસદ બોલવા માટે તૈયાર નથી કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર કેટલું કરજ કર્યું છે એની પરવા કર્યા વગર હજુ સીટો વધારવાથી તેનો પગાર, ભથ્થા, પેન્શનતથા અન્ય સવલતોનું વિગેરેનું ભારણ કેટલું વધશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે કોઈપણ હોદા ઉપર ચુટાયેલા સભ્યોને મીટીંગ કે સત્ર સિવાય માનદ વેતન કે પગાર તથા અન્ય સવલતો આપવાનું બંધ થવું જોઈએ તથા કર્મચારી અધિકારીઓ કે હોદેદારોને મળતા પેન્શન બંધ થવા જોઈએ.
રજવાડાના સાલિયાણા બંધ થઈ શકતા હોઈતો પગાર કે પેન્શન બંધ થવા જોઈએ સતામાં બેઠેલા ઓને સામાન્ય પ્રજાઓને શું પરીસ્તિથી છે તે નજર કરવી નથી અને પ્રજા ઉપર કરવેરાનું ભારણ વધતું જાય એવા નિર્ણય કરવા એ વ્યાજબી નથી વર્ષ માં બે વખત સત્ર મળે છે તેમાં આટલી સંખ્યા ઓછી પડે છે. હાલ લોકસભા વિધાનસભામાં સંખ્યા નહી વધારવાથી કાઈ ઊંધું વળી જવાનું નથી.
તમામ વર્ગના લોકો, પ્રજાજનો, હોદેદારો, પ્રબુધ્ધ નાગરિકો વિગેરે સંગઠીત થય આ લોક સાહીનું જતન કરવા માટે કટિબંધ થવાની જરૂર છે વાજબી વાતને સમર્થન આપવા ના બદલે છાનામાના જોયા કરવાથી કે આપણે શું એવી મનોદસા માંથી બાર નીકળવાની જરૂર છે. સમજદાર વ્યક્તિઓએ સરકારના અન્યાય કરતા નિર્ણયો સામે અવાજ ઉઠાવવો જોઇએ તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
