તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
ભાવનગરમાં સ્થાનિક સ્તરે રાજકીય પક્ષો સામે લોકોમાં ભારે અસંતોષ: અનેક સોસાયટીઓએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય
સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી પાણી, રસ્તા અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ માટે વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી

ભાવનગરમાં સ્થાનિક સ્તરે રાજકીય પક્ષો સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા ત્યારે રહીશોએ તેમની સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને સ્વપ્ન શિલ્પ સોસાયટીમાં લોકોએ પાયાની સુવિધાઓના અભાવને લઈ કોંગ્રેસના ઉમેદવારને ઘેર્યો અને ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી
સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી પાણી, રસ્તા અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ માટે વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જેના કારણે અનેક સોસાયટીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ—કોઈને પણ મત આપવા તૈયાર નથી. “મહેરબાની કરીને અહીંયા કોઈએ આવવું નહીં” અને “અમને એવું લાગે છે કે અમે જંગલમાં રહીએ છીએ” જેવા ઉગ્ર નિવેદનો સાથે સ્થાનિકોએ રાજકીય પક્ષો પ્રત્યેનો અસંતોષ વ્યક્ત કર્યો છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
