News of Wednesday, 9th September 2026
જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીના કિંમતી કોપર વાયરની ચોરી કરનાર ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી એલસીબીની સઘન કાર્યવાહી, ધોરાજીના ગુરૂદ્વારા ચોકડી પાસેથી આરોપી અજય સોલંકી દબોચાયો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ : જામનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય સાહેબ (IPS), રાજકોટ વિભાગ રાજકોટ તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની સાહેબ (IPS) નાઓ દ્વારા જિલ્લામાં વધુંમાં વધુ નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.
જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એબ્સ્કોન્ડર / પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.વી.ભાટીયા તથા તેમની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સતત વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું.
દરમ્યાન સ્કવોડના સ્ટાફ સુરેશભાઈ ડાંગર, લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા નાઓને અતિ વિશ્વાસપાત્ર બાતમી હકિકત મળેલ હતી કે, જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો રજી નંબર 11202013260258/2026 ભારતીય ન્યાય સહિતા સને.2023 ની કલમ 305(એ), 331(2), 331(3), 331(4) મુજબ પવનચક્કીના કોપર વાયરની ચોરીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર અને નાસતો ફરતો આરોપી અજય ધીરૂભાઈ સોલંકી રહે. ધોરાજી, જી. રાજકોટ વાળો ધોરાજી ખાતે ગુરૂદ્વારા ચોકડી પાસે હાજર છે.
આ ચોક્કસ બાતમીના આધારે તુરંત જ ટીમે ધોરાજી ગુરૂદ્વારા ચોકડી પાસે તપાસ કરતા મજકુર આરોપી અજય સોલંકી ત્યાં હાજર મળી આવેલ હતો. જેથી પોલીસે તેને કોર્ડન કરીને પકડી પાડી ધોરણસર અટક કરી હતી.
ત્યારબાદ આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને જામનગરના શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરી એબ્સ્કોન્ડર / પેરોલ ફર્લો સ્કવોડના I/C પી.એસ.આઈ. એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઈ. ગોવિંદભાઈ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, સુરેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાદિયા, હાર્દિકભાઈ ભદ્ર તથા પો.કોન્સ. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા અને પો.કોન્સ. બળવતસિંહ પરમાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
