તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
જૂનાગઢ નજીક મીનરવા ટાયરના કારખાનામા થયેલ ચોરીના ગુનાનો ભેદ ખૂલ્યોઃ ચોબારીના બે શખ્સ ઝડપાયા

જૂનાગઢઃતા.૧૪, જૂનાગઢ તાલુકાના ધોરાજી ચોકડી નજીક મીનરવા ટાયરના કારખાનેથી અલગ અલગ સાઇઝના કુલ ટાયર નંગ-૨૬ કિ.રૂા. ૨,૪૫,૫૦૦/- ના તથા સી.સી.ટી.વી. ફુટેજનુ ડી.વી.આર. કિ.રૂા. ૫૦૦૦/- નું તથા હથીયાર લાયસન્સની ઓરીજીનલ બુક તથા હથીયારના જીવતા કાર્ટીસ નંગ ૧૯ કિ.રૂ.- ૨૨૮૦/- મળી કુલ કિ.રૂ.૨,૫૨,૭૮૦/- ની ચોરી થયેલ હોય અને ચોરી નો ગુનો રજી થયેલ હોય જે અન્વયે હકીકત મળેલ કે આ ચોરીનો ગુનો કરનાર આરોપીઓ હાલ ગાંધી ચોકમા જયશ્રી રોડ ઉપર ચોરીમા વપરાયેલ ટ્રાવેલસ સાથે હાજર છે જે આધારે તપાસ કરતા આરોપીઓ મળી આવતા પુછપરછ કરતા આ ચોરીમાં ગયેલ મુદામાલ ચોબારી ગામ ખાતે અલગ અલગ જગ્યાએ છુપાવેલાનુ જણાવતા હોય જેથી સદર જગ્યા ઉપરથી ચોરીમાં ગયેલ મુદામાલ કુલ કિ.રૂ.-૨,૫૨,૭૮૦/- તથા ચોરીમા વપરાયેલ આઇસર કંપનીની બસ રજી નં. GJ-11-TT-4326 કિં. રૂ. ૪,૦૦,૦૦૦/- એમ કુલ કિંમત રૂપિયા ૬,૫૨,૭૮૦/- ના રિકવર કરી આરોપીઓને પકડી લઇ અટક કરવામાં આવેલ છે.
આરોષીઓઃ (૧) ફિરોજ ઉર્ફે લાલો કાસમભાઇ અલારખાભાઇ હાલા ઉ.વ.૩૩ ધંધો.ડ્રાઇવિંગ રહે. જુની ચોબારી,(૨) સાહિલ ઉર્ફે બાપુ હુસેનભાઇ હાલા ઉ.વ.૩૦ ધંધો-ખેતી રહે. ચોબારી ગામ રામાપીરના મંદીરની પાસે છે.
આ સારી કામગીરી પો.ઇન્સ. એસ.કે.દેસાઈ, પો.સબ.ઇન્સ એસ.કે. સોનરાત તથા પોલીસ સ્ટાફ ના પો.હેડ.કોન્સ દેવેનભાઈ ચાવડા તથા પ્રવીણભાઈ કાનાભાઈ તથા અનિરૂધ્ધસિંહ વાંક પો.કોન્સ રમેશભાઈ કરંગીયા તથા વિપુલભાઈ બોરીચા તથા કરશનભાઈ ભારાઈ તથા અમરાભાઈ ભીંટ તથા ગોવિંદભાઈ ભોવાનભાઈ તથા જસ્મીનભાઈ રૈયાભાઈ એ કરેલ છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
