News of Friday, 13th November 2026
આટકોટમાં હજામ શેરીમાં ખેડૂત મનસુખભાઇ પટેલના ઘરમાં ચોરી
તસ્કરો ધોળે દિવસે તાળા તોડી રોકડા ૬૦ હજાર અને ૪૦ હજારનું મંગલ સુત્ર ચોરી ગયા

રાજકોટ તા. ૧૩: જસદણના વીરનગરમાં હજામ શેરીમાં રહેતાં ખેડુત પટેલ મનસુખભાઇ શામજીભાઇ બરવાડીયા (ઉ.વ.૫૬)ના ઘરમાં તહેવારના દિવસોમાં ચોરીનો બનાવ બનતાં આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે. ધોળે દિવસે આ ચોરી થઇ હતી. પોલીસે ભેદ ઉકેલવા મહેનત શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ મનસુખભાઇ પટેલ તા. ૯/૧૧ના સવારે સાતથી સાંજના પોણા સાત સુધી બહાર હોઇ તેમનું ઘર બંધ હતું. એ દરમિયાન તસ્કરોએ કોઇપણ સમયે ઘરમાં ઘુસી અંદરથી ચાવી શોધી તાળા ખોલી કબાટની તીજોરીનો લોક તોડી અંદરથી રૂા. ૬૫ હજાર રોકડા, સોનાનુ મંગલસુત્ર રૂા. ૪૦ હજારનું મળી કુલ રૂા. ૧,૦૫,૦૦૦ની માલમત્તાની ચોરી કરી લીધી હતી. બનાવની જાણ થતાં આટકોટ પીએસઆઇ એમ. બી. બરૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
