તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
થાનના મહિલા રેલ્વે કર્મચારીની લાંબા સમયથી શારીરીક- માનસીક પજવણી કરતા ઉપરી અધિકારીને મળ્યો પદાર્થપાઠ
આજે ફરી ગેરવર્તન થતા ઉશ્કેરાયેલા મહિલા કર્મચારીએ ફડાકા ઝીંકી દેતા જાહેરમાં ઝપાઝપીઃ મામલો પોલીસમાં: બે મહિના પહેલા મહિલા કર્મચારીએ પોતાને થતી સતામણી અને અભદ્ર માંગણી અંગે ડીઆરએમને લેખીત ફરિયાદ આપી હોવા છતા કોઇ પગલા નહિ!

રાજકોટ તા.૨૧: રાજય અને કેન્દ્રની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓની ઉપરી અધિકારી કે સાથી પુરૂષ કર્મચારીઓ દ્વારા શારીરીક- માનસીક શોષણની ફરિયાદો અવાર-નવાર ઉઠતી રહે છે. વુમન્સ-ડેના(મહિલા દિવસે)સ્ત્રી સશકિતકરણના બુંગીયા ફુંકતા અધિકારીઓની કથની અને કરણીમાં હંમેશા ફેરફાર રહેતો હોવાની ફરિયાદો વચ્ચે આજે થાન રેલ્વેના એન્જીનીયરીંગ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-૪ના મહિલા કર્મચારીએ આજે લાંબા સમયથી ઉપર અધિકારી દ્વારા થતી માનસીક અને શારીરીક પજવણીથી નિરાશ બની અંતે બદનીયત ધરાવતા અધિકારીને સરાજાહેર ફડાકા ખેંચી લેતા જાહેરમાં ઝપાઝપી થઇ ગઇ હતી. આ મામલો રેલ્વે પ્રોટેકશન ફોર્સ અને સ્ટેટ પોલીસ સુધી પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ એન્જીનીયરીંગ વિભાગમાં પરમેનન્ટ વે ઇન્સપેકટર તરીકે ફરજ બજાવતા સુરેશ ગોૈતમ વિરૂધ્ધ ગત તા.૨૧/૬/૨૦૨૬ના કલાસ-ફોરના મહિલા કર્મચારીએ ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી મિનાને લેખીતમાં ફરિયાદ આપી હતી જેમાં વારવાંર ઉપર અધિકારી સુરેશ ગોૈતમ દ્વારા થતા શારીરીક અને માનસીક ત્રાસની વિગતો વર્ણવામાં આવી હતી. લાંબા સમયથી મહિલા કર્મચારીને આ અધિકારી દ્વારા સતત કારણ વગર ફોન-કોલ કરી પરેશાન કરવામાં આવતા હતા. આ ઉપરાંત ઓૈચિત્ય ભંગ થાય તેવા મેસેજ થકી વિડીયોકોલથી વાત કરવા દબાણ કરવામાં આવતુ હતું. જયારે-જયારે અન્ય પુરૂષ કર્મચારીઓ સાથે કામ બાબતે વાતચીત કરે ત્યારે આ અધિકારી દ્વારા તેના ચારીત્ર્ય બાબતે ખોટી-ખોટી વાતો કરી અફવા ફેલાવવામાં આવતી હતી.
અધિકારીથી ત્રસ્ત આ મહિલાએ ઘણી વખત તમે મારા પિતા દરજ્જે છો તેમ કહી અટકાવવાની કોશીષ કરી હતી. પરંતુ થોડા સમય બાદ ફરીથી કારણ વગરના ફોન-કોલ અને મેસેજ શરૂ થઇ જતા હતા. વિભાગના સીસીટીવી ફુટેજનું મોનીટરીંગ આ વિભાગના આક્ષેપીત અધિકારી પાસે રહેતું હોવાથી તેમના દ્વારા સતત ફરીયાદી મહિલાના ટેબલ ઉપર ઝુમ કરી તેમની ગતિવિધીઓને નિહાળવામાં આવતી હોવાથી કામના સ્થળે ભોગ બનનાર મહિલા સતત અસલામતી વચ્ચે રહેતા હતા. સંબંધિત અધિકારી દ્વારા થકી ગેરવર્તુણક અને અનઉચિત માંગણીઓના રેકોર્ડીંગ લેખીત ફરિયાદ સાથે ઉચ્ચ અધિકારી મોકલવામાં આવ્યા હોવા છતા આજ દિવસ સુધી કોઇ પગલા લેવાયા ન હતા. દરમ્યાન આજે ફરીથી મહિલાને કામના સ્થળે બોલાવી પરેશાન કરવામાં આવતા ઉશ્કેરાયેલા મહિલાએ સરાજાહેર પદાર્થપાઠ આપ્યો હતો. આ મામલે સમગ્ર પヘમિ રેલ્વે ખળભળાટ મચી ગયો છે અને સ્ત્રી સશકિતકરણની ખોટી વાતો કરતા બે મોઢાના પુરૂષ અધિકારીઓની પોલ છતી થઇ ગઇ છે. મહિલા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
