<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

જામનગર નજીક બેકાબુ કારનો આતંક, CCTVમાં ઘટના કેદ : જુઓ વિડિયો

મોરકંડા પાટિયા પાસે કુદરત હોટેલ નજીક અનેક વાહનોને અડફેટે લીધા: સજાગતાથી લોકોના જીવ બચ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૩ : જામનગર નજીક મોરકંડા પાટિયા પાસે કુદરત હોટેલ નજીક એક બેકાબુ કારનો આતંક જોવા મળ્યો હતો. કેટલાક લોકો બહાર શાંતિથી બેઠા વાતો કરતા હતા ત્યાં જ અચાનક એક કાર પુરપાટ ઝડપે આવી પહોંચી હતી.

બેકાબૂ બનેલી કારે રસ્તા પર પાર્ક કરેલા કેટલાય વાહનોને અડફેટ લીધા હતા. જોકે સદનસીબે લોકો સમયસર સજાગ થઈ જતા અને સાઈડમાં ખસી જતા કેટલાય લોકોના જીવ બચી ગયા હતા. મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી.

સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે જેમાં કાર કેવી રીતે બેકાબુ બનીને આવી અને વાહનોને ટક્કર મારી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.(તસ્વીર: કિંજલ કારસરિયા- જામનગર)

(11:49 AM IST)