તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
તેરા તુજકો અર્પણ અભિયાનને હળવદ પોલીસની મોટી સફળતા
CEIR પોર્ટલથી રૂ. ૩.૮૦ લાખના ૧૯ ખોવાયેલા મોબાઇલ શોધી અસલ માલિકોને પરત અપાયાઃ ગુમ થયેલા મોબાઇલ પરત મળતાં અરજદારોમાં ખુશીની લાગણી

(દીપક જાની દ્વારા) હળવદ તા.૧૦: રાજ્ય સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR (Central Equipment Identity Register) પોર્ટલના ઉપયોગથી હળવદ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. વિવિધ સ્થળોએ ખોવાયેલા કુલ ૧૯ મોબાઇલ ફોન, જેની કુલ અંદાજિત કિમત રૂ. ૩,૮૦,૯૬૧ થાય છે, શોધી કાઢી તેમના અસલ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, રેન્જ આઈ.જી., ભુજ, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એ. સારડાના માર્ગદર્શન હેઠળ CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરિગ અને ટેક્રિકલ વિશ્લેષણના આધારે મોબાઇલ ફોન ટ્રેસ કર્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના સુપરવિઝન હેઠળ કરવામાં આવેલી કામગીરીમાં વિવિધ કંપનીઓના કુલ ૧૯ મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા. તમામ મોબાઇલ તેમના અસલ માલિકોને પરત આપવામાં આવતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
હળવદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મોબાઇલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી CEIR પોર્ટલ મારફતે ફરિયાદ નોંધાવે, જેથી ટેક્રોલોજીની મદદથી મોબાઇલ શોધી કાઢવાની કાર્યવાહી ઝડપથી થઈ શકે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
