<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે તોફાની પવનના લીધે તંબુ ધરાશાયી થતાં 3 શ્રમિકોને ઇજા

લોખંડના ભારે પાઇપ માથે પડવાના કારણે ત્યાં હાજર 2 મહિલા અને 1 પુરૂષ સહિત કુલ 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે ડુમીયાણી ટોલ પ્લાઝા નજીક એક કમનસીબ અકસ્માત સર્જાયો છે. તોફાની પવનના લીધે ત્યાં બાંધેલો એક મોટો તંબુ ધરાશાયી થઈ ગયો હતો અને તેના લોખંડના ભારે પાઇપ માથે પડવાના કારણે ત્યાં હાજર 2 મહિલા અને 1 પુરૂષ સહિત કુલ 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઉપલેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

(11:21 PM IST)