<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ધોરાજીના વેગડી પાસે ટેમ્‍પો પલ્‍ટી જતાં નગરપીપળીયાના બે બહેનના એકના એક ભાઇ સંજયભાઇ પટેલનું મોત

૪૧ વર્ર્ષિય ખેડુત યુવાન જુનાગઢથી બીયારણ ભરીને આવતાં હતાં ત્‍યારે બનાવઃ રાજકોટમાં સારવારમાં દમ તોડતાં દોંગા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨: લોધીકાના નગરપીપળીયા ગામે રહેતાં સંજયભાઇ રામજીભાઇ દોંગા (ઉ.વ.૪૧) નામના યુવાનનું ધોરાજીના વેગડી ગામ પાસે ટેમ્‍પો પલ્‍ટી મારી જતાં ઇજા થવાથી મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ નગરપીપળીયામાં રહેતાં સંજયભાઇ દોંગા અઢાર દિવસ પહેલા પોતાના ગામથી ટેમ્‍પોમાં બેસી જુનાગઢ ગયા હતાં. ત્‍યાંથી મગફળીનું બીયારણ ભરીને પરત આવી રહ્યા હતાં ત્‍યારે ધોરાજીના વેગડી પાસે ટેમ્‍પો પલ્‍ટી મારી જતાં સંજયભાઇને તેમજ ટેમ્‍પો ચાલક પરેશભાઇ દોંગા અને સાથેના કાંતિભાઇ દોંગાને ઇજાઓ થઇ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્‍ત સંજયભાઇને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.

ગત સાંજે તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ધોરાજી પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર સંજયભાઇ બે બહેનના એકના એક મોટા ભાઇ હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બનાવથી પરિવારમાં, ગામમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. 

(1:21 PM IST)